Patan Video : જીપમાં ઘાસચારાની આડમાં દારુની હેરાફેરીનો ખુલાસો, ચોર ખાનું બનાવી લાવાતો હતો લાખોનો વિદેશી દારુ
પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે વિદેશી દારુની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. જીપ જાવામાં ઘાસચારાની આડમાં જીપ ડાલાના નીચેના ભાગમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારુની હેરાફેરી કરી કરવામાં આવતી હતી.
પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે વિદેશી દારુની હેરાફેરીના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. જીપ જાવામાં ઘાસચારાની આડમાં જીપ ડાલાના નીચેના ભાગમાં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારુની હેરાફેરી કરી કરવામાં આવતી હતી. જેની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમી તાલુકાના બાસ્પા નજીકથી જીપ ડાલાને જડપી પાડ્યું હતુ.
જીપ ડાલાના નીચેના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારુનો જથ્થો પણ મળી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે 2.11 લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે એક ઇસમની અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાઓ સુધી બુટલેગરો નવી નવી મોડસ ઓપ્રેન્ટીસથી વિદેશી દારુ ઘુસાડવાના પેંતરા થકી વિદેશી દારુની હેરાફેરી કરતા હોય છે, ત્યારે બીજીબાજુ પોલીસ પણ આવા બુટલેગરોના નવા કીમિયાઓનો પર્દાફાશ કરી રાજ્યમાં દારુબંઘીનો અમલ થાય તેવા પ્રયત્ન પણ કરી રહી છે.
Latest Videos