અરવલ્લીઃ ચૂંટણી ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. મોડી રાત્રી દરમિયાન ભિલોડાના ભેટાલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી ફરજ પૂર્ણ કરીને શિક્ષક ગોપીચંદ ડાભી પરત પોતાના ઘરે જેસીંગપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું હતુ.
અરવલ્લી જિલ્લામાં બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. મોડી રાત્રી દરમિયાન ભિલોડાના ભેટાલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી ફરજ પૂર્ણ કરીને શિક્ષક ગોપીચંદ ડાભી પરત પોતાના ઘરે જેસીંગપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું હતુ.
મોડીરાત્રીના અરસા દરમિયાન સામેથી આવી રહેલી કારની સાથે શિક્ષકની કાર અથડાઈ હતી. સામે અથડાયેલ કાર સ્થાનિક બુટલેગરની હોવાની વિગતો સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી કાર સાથે શિક્ષકની કારનો અકસ્માત સર્જાતા બંને કારના ચાલકોનું મોત નિપજ્યું હતુ. શિક્ષક ગોપીચંદ ડાભી અને બુટલેગર નીતિન બળેવાનું મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે પોલીસે પણ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો