Ahmedabad Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, અમદાવાદમાં મેગા રોડ શો કરી જનસભાને સંબોધશે

Ahmedabad Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, અમદાવાદમાં મેગા રોડ શો કરી જનસભાને સંબોધશે

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 17, 2024 | 1:23 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. અમિત શાહ બપોર બાદ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠકો કરશે. અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા આવતીકાલે શક્તિ પ્રદર્શન કરવાના છે.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી  છે.  ત્યારે  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. અમિત શાહ બપોર બાદ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠકો કરશે. અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહ આવતીકાલે શક્તિ પ્રદર્શન કરવાના છે. આવતીકાલે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રોડ શો યોજાશે. સાણંદથી લઇ કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો અને સભા કરવાના છે.

ચૂંટણી પહેલા અમિત શાહનો મેગા રોડ શો અમદાવાદ ખાતે યોજાવાનો છે. 18 એપ્રિલે દિવસભર અમિત શાહ રોડ શો કરશે. અમિત શાહનો આ રોડ શો બે ભાગમાં યોજાવાનો છે. સવારે 9 ક્લાકે સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવશે. સાણંદ બાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં અમિત શાહ રોડ શો કરીને વેજલપુર વિસ્તારમાં સાંજે જનસભાને સંબોધશે કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 17, 2024 12:41 PM
g clip-path="url(#clip0_868_265)">