આજનું હવામાન : ગુજરાતવાસીઓને મળશે ગરમીથી રાહત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે.
આ તરફ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. તેમજ આજે વલસાડ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે.વરસાદી અસરને પગલે આગામી બે દિવસમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરા, પાલનપુર સહિતના વિસ્તારમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.