Chhota Udepur Video : ગુજરાત બોર્ડરની ચેક પોસ્ટ પાસેથી પસાર થતી બસમાં જોખમી સવારી,બસમાં ઘેટા-બકરાની જેમ ભર્યો મુસાફરો

Chhota Udepur Video : ગુજરાત બોર્ડરની ચેક પોસ્ટ પાસેથી પસાર થતી બસમાં જોખમી સવારી,બસમાં ઘેટા-બકરાની જેમ ભર્યો મુસાફરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2024 | 3:08 PM

છોટાઉદેપુરમાંથી  ફરી એક વાર બસમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા હોવાનું સામે આવ્યુ છે. બસ અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં અવારનવાર જોખમી સવારીના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે છોટાઉદેપુરમાંથી ફરી એક વાર બસમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા હોવાનું સામે આવ્યુ છે. બસ અંદર અને બહારથી ખીચોખીચ ભરી હોવાનું સામે આવ્યું છે.

સ્લીપીંગ કોચમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને ભર્યા હતા. બસની છત પર પણ અઢળક સામાન અને મુસાફરોને બેસાડ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત બોર્ડરની ચેકપોસ્ટ પરથી આ બસ પસાર થઈ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો જોખમી સવારી કરતા સમયે દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ ? આવા દ્રશ્યો જોયા પછી અનેક પ્રશ્નો ઉદભવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">