“હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ”, PM મોદીનો જૂનાગઢમાં જોરદાર પ્રચાર
જૂનાગઢમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારો સંકલ્પ છે કે ગુજરાત વિકાસ પામે, આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. દેશ માટે મહત્વની છે. ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર મહત્વની છે. આ ચૂંટણી મહત્વકાંક્ષાની નથી 2014માં જનતાએ મોદીની મહત્વકાંક્ષા પૂરી કરી છે. મોદીના મિશન માટેની ચૂંટણી છે. મારો એજન્ડા દેશને આગળ લઈ જવાનો છે.
હું તો પાક્કો ગુજરાતી છું. મારે તમારા ઘરનુ વીજળી બિલ શુન્ય કરવું છે. પેટ્રોલનો ખર્ચ ઝીરો કરવો છે. ઈલેક્ટ્રીકનો જમાનો છે. તમારુ વાહન ચાર્જ કરો અને પેટ્રોલ ભૂલી જાવ. બધુ કાના માત્રા વિનાનું મફત. સૂર્યઘર યોજના હેઠળ ઘરે સોલાર પેનલ મુકાવો અને વીજળી ઉત્પન્ન કરો. વાપરો અને વધારાની વીજળી સરકારને વેચો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, તમિલનાડુ પાસેનો એક ટાપુ કોંગ્રેસે પડોશીને આપી દીધો. દુનિયાના પ્રવાસીઓ અહીં આવશે. અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ કરાશે. કોંગ્રેસનુ ચાલે તો હિમાચલની હિમાચ્છાદિત પર્વતીય ટોચ પણ વેચી મારેત. ભાજપના શાસનમાં બિનવારસુ વસ્તુઓ બંધ થઈ ગઈ. જે લોકો આવુ કરતા હતા તેઓ બિનવારસી થઈ ગયા છે. કોંગ્રેસ પાકિસ્તાન પરસ્ત લોકોને જોતી હતી. પાકિસ્તાનમાં પણ કોંગ્રેસ ઈચ્છે છે. તેઓ કોંગ્રેસ આવે તો તેમના સુખના દિવસો આવે. પરંતુ દેશ કોંગ્રેસને પાછી નહીં આવવા દે.
કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવી દીધુ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ હવે તેના અસલી રંગમાં આવી છે. રામમંદિર 500 વર્ષ બાદ બન્યું, કોંગ્રેસે તેમા પણ રોડા નાખ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવી દીધુ હતું. કોંગ્રેસે કેમ આમંત્રણ ઠુકરાવ્યું તેનું કારણ રાષ્ટ્રીય પ્રમુખે આપ્યું છે. શિવ રામને હરાવી દેશે તેમ કહ્યું. લોકતંત્રનું નહી પણ ભગવાન રામની વિરુદ્ધની ચૂંટણી બનાવી દીધી છે. તેમે રામની સામે કોને જીતાડવા માંગો છો.
અનામતને કોઈને હાથ નહી લગાવવા દેવાય: PM મોદી
જૂનાગઢમાં જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હથેળીમાં ચાંદ બતાવે છે તે કહેવત મુજબ કોંગ્રેસના ઢંઢેરામાં ચાંદ જ ચાંદ છે…કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લીમ લીગની ભાષા છે. કર્ણાટકમાં રાતોરાત ફતવો કાઢ્યો. જેટલા પણ મુસ્લિમો છે તે તમામને ઓબીસી જાહેર કરી દીધા. ત્યા ઓબીસીને 27 ટકા અનામત મળી હતી તે તેમણે લઈ લીધી. આ પ્રયોગ બીજા રાજ્યમાં પણ કોંગ્રેસે કર્યો. આવો સંકલ્પ લઈને કોંગ્રેસ બેઠી છે. પણ આ મોદી છે. તેમની મનસાને સફળ નહી થવા દેવાય. અનામતને કોઈને હાથ નહી લગાવવા દેવાય.
કોંગ્રેસના આકંડા કેવા છે. અત્યારે અમારી સામે ચૂંટણી લડે છે. તેમને સરકાર બનાવી હોય તો 272 બેઠકો જોઈએ છે. ભાજપ સિવાય કોઈ પક્ષ 272 બેઠકો પર ચૂંટણી લડતું નથી. તેઓ દર વર્ષે એક એક કરીને પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રી બનવાની યોજના લઈને ચાલે છે. આ શુ ભલુ કરશે આપણું.