USA Student Visa : USA ભણવાનો છે પ્લાન ? પહેલા કરી લો આ કામ

USA Student Visa : USA ભણવાનો છે પ્લાન ? પહેલા કરી લો આ કામ

Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:57 PM

USA Student Visa: વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય યુનિવર્સિટીનો યોગ્ય પ્રકાર શોધવાનો સૌથી મોટો પડકાર છે, આજે અમે તમને USA અભ્યાસક્રમ અને યુનિવર્સિટી અંગે માહિતગાર કરશું.

Mumbai :વિદેશ ભણવાનું કોને ન ગમે ? ઘણા એવા વિદ્યાર્થી હોય છે જેમને વિદેશ ભણવા  (Higher Education in USA)નું સ્વપ્ન હોય છે. આજે અમે તમને USA ભણવા જવા માંગતા વિદ્યાર્થી (Study abroad) ઓ માટે કઇ બાબતનોનું ધ્યાન રાખવું જોઇએ અને અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદગી કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખવું એના વિશે આજે અમે તમને માહિતગાર કરશું.

રિયાન પરેરા (પ્રાદેશિક અધિકારી- એજ્યુકેશન યુએસએ, મુંબઈ) tv 9 ગુજરાતી સાથે ખાસ વાતચીત દરમિયાન વિદશ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

USA ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે શું છે પડકારો ?

પસંદ કરવા માટે 4000 થી વધુ યુનિવર્સિટીઓ સાથે, તેમના માટે યોગ્ય યુનિવર્સિટીનો યોગ્ય પ્રકાર શોધવાનો સૌથી મોટો પડકાર છે. યોગ્ય પ્રકારની યુનિવર્સિટી માટે હોમવર્ક જરૂરી (પ્રાદેશિક અધિકારી- એજ્યુકેશન યુએસએ, મુંબઈ)

શા માટે ભારતીયો Americaમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે?

1. શિક્ષણની ગુણવત્તાની પસંદગી

2. વિદ્યાર્થીને શિક્ષણની ઘણી Flexibility મળે છે જેથી તે પોતાના પ્રોગ્રામને પોતાની રીતે પસંદ કરી શકે. તેઓ તેમની કારકિર્દી માટે જે અભ્યાસક્રમ લેવા માગે છે તે પસંદ કરી શકે. તેથી આ યુએસ શિક્ષણ પ્રણાલીની ઓળખ છે. તે અંડરગ્રેજ્યુએટ સ્તરે ખૂબ જ સ્પષ્ટ છે પરંતુ સ્નાતક સ્તરે પણ, વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો પસંદ કરી શકે છે અને તેમને તેમની કારકિર્દી માટે જરૂરી કુશળતા પ્રદાન કરશે. યુએસમાં 4000 કરતા પણ વધુ યુનિવર્સિટીઓ છે, ત્યાં મૂલ્યનું સ્પેક્ટ્રમ પણ છે તેથી એવી યુનિવર્સિટીઓ છે, જ્યાં વિદ્યાર્થીઓને યુએસમાં સસ્તું શિક્ષણ મળે છે.

બિન-પરંપરાગત અભ્યાસક્રમો?

અમેરિકામાં 4000 કરતા પણ વધુ યનિવર્સિટીઓ હોવાથી, ઘણા બધા વિકલ્પો છે. વિદ્યાર્થીઓ જે બિનપરંપરાગત અથવા થોડા અસામાન્ય મુખ્ય અભ્યાસક્રમો માટે જઈ રહ્યા છે તેમાં ખગોળશાસ્ત્ર, ખગોળ ભૌતિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન, આ તે કોર્સ છે જે પરંપરાગત રીતે ભારતીય વિદ્યાર્થીઓ અનુસરતા ન હતા. પરંતુ હવે વધુને વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ક્ષેત્રોને અનુસરવા માંગે છે.

IELTS, TOEFl, GMAT, GRE પરીક્ષાઓ માટે સૂચન

વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય, ત્યારે અમે હંમેશા ભલામણ કરીએ છીએ કે તેઓ તેમનું હોમવર્ક કરે. દરેક સંસ્થા પાસે તેમના પોતાના સંસાધનો છે જે તેઓ વ્યક્તિગત પરીક્ષાઓની તૈયારી માટે ફ્રિ તાલીમ આપે છે.(સીતા રાઇટર- પબ્લિક ડિપ્લોમસી ઓફિસર, યુએસ કોન્સ્યુલેટ, મુંબઈ)

વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન

અમે વધુ વિદ્યાર્થીનીઓને અમેરિકામાં શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 19%નો વધારો થયો છે. નાના શહરોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અમે પ્રયત્ન કરી રહ્યા છે. USA માં Higher Education કેવી રીતે કરવું તે અંગે સચોટ માહિતી સાથેનો સરકારનો એકમાત્ર સત્તાવાર સ્ત્રોત એટલે ‘Education USA’. તેઓ સમગ્ર ભારતમાં સલાહ કેન્દ્રો ધરાવે છે. તેમની વેબસાઈટ state.gov ના માધ્યમે સંપર્ક કરી શકાય છે. વિદ્યાર્થીએ ક્યારે અને કેવી રીતે રિસર્ચ શરૂ કરવું ? કયા કોર્સનું સિલેક્શન કરવું ? આ બેસિક પ્રશ્નો સાથે, આ સાઇટ પર ફાઇનાન્સ માટે કેવી રીતે અરજી કરવી અને અભ્યાસ અંગે નિર્ણય લેવામાં મદદ કરવા માટે વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.

સીતા રાઇટર (પબ્લિક ડિપ્લોમસી ઓફિસર, યુએસ કોન્સ્યુલેટ, મુંબઈ) tv 9 ગુજરાતી સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓને વિઝા પ્લાનિંગ અંગે માહિતગાર કર્યા.

રિતિકા- વિદ્યાર્થીની, ઔદ્યોગિક એન્જીનિયરિંગ, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી

મેં એક વર્ષ પહેલા પ્લાનિંગ શરૂ કર્યું હતું. ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈનમાં જે પડકારો છે તેને નવી પદ્ધતિથી બદલી શકાય છે.

આકાશ અંકાણી- વિદ્યાર્થી, મેનેજમેન્ટ, ફોકા સ્કૂલ ઑફ બિઝનેસ, ડ્યૂક

હું નર્વસ છું. આ મારા માટે તદ્દન નવું છે. યુએસએની ડિગ્રી વૈશ્વિક સ્તરે માન્ય છે. ભવિષ્યમાં વધુને વધુ સારી તકો મળશે.

નેહા વિનોદ કુમાર અગ્રવાલ (22.44 – 26.09)વિદ્યાર્થી, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, સની બફલો યુનિવર્સિટી, ન્યુયોર્ક

તે ખૂબ જ પડકારજનક છે. તેના માટે અરજી કરવી. GRE અને TOEFL પરીક્ષાઓ પડકારરૂપ છે. તે એક લાંબી પ્રક્રિયા છે. ધીરજ એજ ચાવી છે.
મારા પતિ ત્યાં છે. જોકે અલગ શહેરમાં પરંતુ તે મહત્વનું છે.

મોનિક- વિદ્યાર્થી, BBA, એટલાન્ટા જ્યોર્જિયા

સંશોધન માટે 1 વર્ષ. પપ્પા સાથે 2 વર્ષથી બિઝનેસ કરતો હતો. 2 મહિના પહેલા અમેરિકા ગયો હતો. હું પિતાના વ્યવસાયને વૈશ્વિક સ્તરે વિસ્તારવા માંગુ છું. IELTS માટે એક સપ્તાહની તાલીમ લીધી

Published on: Jul 06, 2023 07:31 PM
g clip-path="url(#clip0_868_265)">