1 કરોડનું ફંડ બનાવવા માટે તમારે દર મહિને આટલું કરવું પડશે રોકાણ, કરી લો આ ગણતરી
SIP Calculation : ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, વ્યક્તિએ શક્ય તેટલું વહેલું રોકાણ શરૂ કરવું જોઈએ. આ માટે નિષ્ણાતો લોકોને તેમની આવક અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર રોકાણ કરવાની સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPથી 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માંગો છો, તો અહીં તમે સંપૂર્ણ ગણતરી સમજી શકશો.
SIPમાં દર મહિને કેટલાક પૈસા જમા કરીને તમે લાંબા ગાળા માટે એક વિશાળ ફંડ બનાવી શકો છો. તેનાથી તમારા ખિસ્સા પર બોજ નથી વધતો અને તમારું રોકાણ પણ સુરક્ષિત બને છે. આવી સ્થિતિમાં તમારે દર મહિને SIPમાં કેટલા પૈસા જમા કરવા પડશે. જેથી 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જાય? ચાલો જણાવીએ
SIP માં રોકાણ કરવાની સાચી રીત
જો તમે રૂપિયા 1 કરોડનું ફંડ બનાવવા માટે SIPમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.
સમયમર્યાદા : તમારે જ્યારે રૂપિયા 1 કરોડનું ફંડ તૈયાર કરવું હોય ત્યારે તમારે એક નિશ્ચિત સમયમર્યાદા તૈયાર કરવી પડશે. જો તમે કોઈ સમયમર્યાદા નક્કી નહીં કરો, તો તમને દર મહિને કેટલું રોકાણ કરવું તે નક્કી કરવામાં મુશ્કેલી પડશે.
ફુગાવાને ધ્યાનમાં લેવું : ધારો કે તમે 10 વર્ષ માટે 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માગો છો. આવી સ્થિતિમાં તમારે મોંઘવારીનો પણ અંદાજ કાઢવો પડશે. કારણ કે પછી તમારા માટે 1 કરોડ રૂપિયાનું ફંડ પૂરતું રહેશે કે નહીં તે મોંઘવારીના સ્તર પર નિર્ભર કરશે.
ખરેખર તમારે આટલા ફંડની જરૂર પડશે : તમે આજે 10 વર્ષ માટે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, પરંતુ જો દર વર્ષે મોંઘવારી દર 7 ટકા રહે છે, તો તમારે 1 કરોડ રૂપિયાની નહીં પરંતુ 1,96,71,514 રૂપિયાની જરૂર પડશે. કારણ કે ત્યાં સુધીમાં તમારા 1 કરોડ રૂપિયાની કિંમત ઘટી જશે. હવે તમે તે મુજબ તમારી માસિક SIP ની ગણતરી કરી શકો છો.
આટલી રકમ દર મહિને જમા કરાવવાની રહેશે : જો તમે ઉપરોક્ત ગણતરીઓને ધ્યાનમાં રાખો, તો 10 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે તમારે દર મહિને લગભગ 70,500 રૂપિયા જમા કરાવવા પડશે, તો તમારું કુલ ફંડ 1,96,45,338 રૂપિયા થશે. આમાં SIP પર વાર્ષિક વળતરની ગણતરી 15% કરવામાં આવી છે.