જો તમારી પાસે પણ Tata Motors ના શેર છે તો આ સમાચાર જરૂર વાંચો
સોમવારે શરૂઆતના વેપારમાં ટાટા મોટર્સના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો. કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો શેરબજારને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યા છે.જો તમારી પાસે પણ ટાટા મોટર્સના શેર છે, તો ખરીદો અથવા વેચતા પહેલા આ સમાચાર વાંચવા જરૂરી છે.
લોકસભા ચૂંટણીના પરિણામો અને ફુગાવાના આંકડા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકમાં શેરબજારમાં 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. બજારના ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 4.36 લાખ કરોડનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
ટ્રેડિંગ સેશન શરૂ થતાં જ ટાટા મોટર્સના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે પણ ટાટા મોટર્સના શેર છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે શું તમારે ઘટાડા વચ્ચે ટાટા મોટર્સના વધુ શેર ખરીદવા જોઈએ અથવા તેને વેચવા વધુ સારું રહેશે, તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે શું કરવું જોઈએ.
જંગી નફો કર્યો
ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ચોખ્ખો નફો ત્રણ ગણો વધીને રૂ. 17,528.59 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કંપનીનો ચોખ્ખો નફો 5,496.04 કરોડ રૂપિયા હતો.
ટાટા મોટર્સે શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેટિંગ આવક રૂ. 1,19,986.31 કરોડ હતી, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 1,05,932.35 કરોડ હતી. તમને જણાવી દઈએ કે 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે 6 રૂપિયા અથવા 300 ટકા ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.
રોકાણકારોએ શું કરવું ?
ટાટા મોટર્સમાં હાલ વેચવાલી જણાઇ રહી છે, લોન્ગ ટર્મમાં ઇન્વેસ્ટ કરવા માટે હાલ એન્ટ્રીનો યોગ્ય સમય છે, તમે ઇચ્છો તો ધીમે ધીમે કોન્ટીટી પર શેરની ખરીદી કરી લોટ સાઇઝ વધારી શકો છો.સ્વિગ ટ્રેડ કરતા લોકો પણ હાલ એન્ટ્રી કરી શકે છે. પરંતુ શોર્ટટર્મ બુક પર હોલ કોઇ ચાન્સ દેખાઇ રહ્યો નથી.
ટાટા મોટર્સની આજે શું હાલત છે?
આજે શેરબજારમાં BSE પર કંપનીના શેર 1010.30 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા. પરંતુ તે 8.67 ટકાના ઘટાડા સાથે રૂ.955.40 પર આવી ગયો હતો. ટાટા મોટર્સ લિમિટેડ ‘DVR’ ના શેરમાં પણ જોરદાર ઘટાડો નોંધવામાં આવ્યો છે. તે 8.68 ટકાથી વધુ ઘટીને રૂ. 645.55ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, બજારને માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામોની આશા હતી.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.