TATA Motorsએ ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું
ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટે 10 લાખ કારના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે. આ પ્લાન્ટની સ્થાપના 10 વર્ષ પહેલા નાની કારના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. જો કે, ટાટા મોટર્સનો આ પ્લાન્ટ હવે ઇલેક્ટ્રિક વાહનો અને ફેક્ટરી-ફિટેડ CNG કાર માટેનું લોન્ચપેડ બની ગયું છે.
ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટે 10 લાખ કારના ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે. આ પ્લાન્ટની સ્થાપના 10 વર્ષ પહેલા નાની કારના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. જો કે, ટાટા મોટર્સનો આ પ્લાન્ટ હવે ઇલેક્ટ્રિક વાહનો અને ફેક્ટરી-ફિટેડ CNG કાર માટેનું લોન્ચપેડ બની ગયું છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “1,100 એકરમાં સ્થપાયેલી ફેક્ટરીમાં 360 એકરમાં વેન્ડર પાર્કનો સમાવેશ થાય છે, કંપનીના કુલ કાર ઉત્પાદનમાં તે 20 ટકા ફાળો આપે છે.”
શૈલેષ ચંદ્રાએ ઉમેર્યું હતું કે, “સાણંદ-1 પ્લાન્ટ માટે આ એક મોટું માઈલસ્ટોન છે. આ ફેક્ટરીની સ્થાપના જાન્યુઆરી 2010માં કરવામાં આવી હતી જ્યારે તેણે નાની કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
ચંદ્રાએ અનુસાર, “આ 14મું વર્ષ છે જ્યારે અમે પ્લાન્ટમાંથી મિલિયનમું વાહન બહાર પાડી રહ્યા છીએ. આ એક મોટો માઈલસ્ટોન છે કારણ કે જ્યારે અમે આ ફેક્ટરી શરૂ કરી ત્યારે તે ખૂબ જ પડકારજનક સમય હતો.
ડીમર્જરની અસર કેવી પડશે ?
ટાટા મોટર્સના ડિમર્જરને લગભગ 12-15 મહિના લાગશે. કંપનીની રચના બે લિસ્ટેડ કંપનીઓમાં થશે. આમાંના એકમાં તેના કોમર્શિયલ વાહનો (CV)નો સમાવેશ થશે જ્યારે બીજામાં તેના પેસેન્જર વ્હીકલ (PV) બિઝનેસનો સમાવેશ થશે જેમાં જગુઆર લેન્ડ રોવર (JLR)નો સમાવેશ થાય છે. નિયત તારીખે રાખવામાં આવેલા દરેક શેર માટે શેરધારકોને દરેક કંપનીમાં એક શેર મળશે.
ડીમર્જર આખરે હકારાત્મક રહેશે અને મૂલ્યાંકન નક્કી કરવામાં મદદ કરશે પરંતુ તેની વેલ્યુએશન પર તાત્કાલિક અસર નહીં પડે કારણ કે સકારાત્મક ફેરફારોની અસર શેરના ભાવ પર પહેલેથી જ દેખાઈ રહી છે. PV યુનિટ ઊંચી આવક સાથે સંકળાયેલું હશે કારણ કે JLR આ વર્ટિકલનો એક ભાગ છે. સંકલિત આવકમાં જેએલઆરનું સૌથી મોટું યોગદાન લગભગ 65 ટકા છે. એકીકૃત સ્તરે,PV કુલ આવકમાં લગભગ 79 ટકા યોગદાન આપે છે અને CV લગભગ 21 ટકા યોગદાન આપે છે.
વિશ્લેષકો આગામી બે નાણાકીય વર્ષમાં ભારતીય પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં 8-9 ટકાથી વધુ વેચાણ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ સિવાય માર્જિનમાં થોડો વધારો થઈ શકે છે પરંતુ EBITDA માર્જિન 7-8 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. કંપનીનું ભારતીય પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ હ્યુન્ડાઈ સાથે બીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાય છે. JLR ને મોટો ફાયદો મળી શકે છે.