10 પાસ ઉમેદવારો પણ ISROમાં કરી શકશે જોબ, અવકાશ વિજ્ઞાનમાં કરિયર બનાવવા માટે છે સુવર્ણ તક
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હેઠળ URSC દ્વારા વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ટેકનિશિયન સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ISROમાં ડ્રાફ્ટ્સમેન સિવિલની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 10 પાસ ઉપરાંત સિવિલ ટ્રેડમાં ITI હોવું આવશ્યક છે.
સરકારી જોબ શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હેઠળ URSC દ્વારા વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ટેકનિશિયન સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે સુચના બહાર પાડવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 224 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ ISRO ભરતીની ઓફિશિયલ વેબસાઇટ isro.gov.in પર જવું પડશે અને સુચના વાંચીને અપ્લાય કરવું જોઈએ.
ISROએ જાહેર કરેલી સુચના મુજબ વૈજ્ઞાનિક પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ માટે અરજી કરવા માટે 1 માર્ચ 2024 સુધીનો સમય છે. ફી જમા કરાવવાની પણ આ છેલ્લી તારીખ રહેશે. અપ્લાય કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપને જોવા જોઈએ.
ISRO URSC માટે આ રીતે અપ્લાય કરો
- આ ભરતી માટે અપ્લાય કરવા, ઉમેદવારોએ પહેલા ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ – isro.gov.in પર જવું
- વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ્સની લિંક પર ક્લિક કરો.
- આ પછી તમારે ISRO URSC વિવિધ પોસ્ટ રિક્રુટમેન્ટ 2024ની લિંક પર જવું પડશે.
- આગળના પેજ પર પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવું જોઈએ.
- રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
- અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ લો.
કોણ અરજી કરી શકે છે?
સાયન્ટિસ્ટ એન્જિનિયર – ISROમાં સાયન્ટિસ્ટ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ME અથવા MTech ડિગ્રી હોવી આવશ્યક છે. આ સિવાય MSc ડિગ્રી ધરાવનારાઓ પણ અરજી કરવા પાત્ર છે.
ટેકનિશિયન– ISRO દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ ટેકનિશિયન Bની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો માટે 10 પાસ ઉપરાંત સંબંધિત વિષયમાં ITI સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ સૂચના જોઈ શકો છો.
ડ્રાફ્ટ્સમેન સિવિલ– ISROમાં ડ્રાફ્ટ્સમેન સિવિલની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 10 પાસ ઉપરાંત સિવિલ ટ્રેડમાં ITI હોવું આવશ્યક છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે વય મર્યાદા 18 વર્ષથી વધુ અને 25 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.