Railway Jobs 2024 : રેલવેમાં નોકરીની સુવર્ણ તક, 9144 જગ્યાઓ માટે વેકેન્સી, આ રીતે કરો અરજી
Railway Jobs 2024 : ભારતીય રેલવેએ 9000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ 9000 ટેકનિશિયનોની દેશના વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવશે.તમને અહીં જણાવશું કે તેના માટે કેવી રીતે અરજી કરવી.
Railway Jobs 2024 : ભારતીય રેલવેમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેમાં ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર ભરતી છે, જેના માટે રેલવે ભરતી બોર્ડ (RRB) એ શોર્ટ નોટ બહાર પાડી છે. 9000 જગ્યાઓ પર આ ભરતી માટેની અરજી 9 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 8 એપ્રિલ, 2024 સુધી તેના માટે અરજી કરી શકે છે.
કઈ જગ્યાઓ ખાલી છે?
રેલવે બોર્ડની સૂચના અનુસાર રેલવેએ ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ પર 1100 અને ટેકનિશિયન ગ્રેડ-3 પર 7900 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ રીતે કુલ 9,000 જગ્યાઓ પર ભરતી થવાની છે.
આ વિભાગોમાં ભરતી થવાની છે
રેલવે વિભાગે કહ્યું કે, આ 9000 ટેકનિશિયનોની દેશના વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવશે. જેમાં અમદાવાદ, અજમેર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ગોરખપુર, ગુવાહાટી, જમ્મુ અને શ્રીનગર, કોલકાતા, મુંબઈ, મુઝફ્ફરપુર, પટના, પ્રયાગરાજ, રાંચી, સિકંદરાબાદ, સિલીગુડી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.
આટલી રહેશે સેલરી
નોટિફિકેશન અનુસાર, ટેકનિશિયન ગ્રેડ-1 પરના ઉમેદવારોને 29,200 રૂપિયાનો પગાર મળશે અને ટેકનિશિયન ગ્રેડ-3 પરના ઉમેદવારોને દર મહિને 19,900 રૂપિયાનો પગાર મળશે.
ક્વોલિફિકેશન
રેલવે બોર્ડે કહ્યું કે, ટેકનિશિયન ગ્રેડ-1 માટે અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 1 જુલાઈ, 2024 સુધીમાં 36 વર્ષ અને ટેકનિશિયન ગ્રેડ-3 માટે મહત્તમ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી?
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ https://indianrailways.gov.in/ પર જવું પડશે. હોમ પેજ પર તમને રિક્રુટમેન્ટનો વિકલ્પ મળશે, ત્યારબાદ તમે જે વિભાગમાં અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરી શકો છો. અહીં આવ્યા પછી, તમે રેલવે ટેકનિશિયન ભરતી 2024 પર ક્લિક કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.