ફાઈટર મુવી રિવ્યૂ : સિદ્ધાર્થ આનંદની ફિલ્મ થિયેટરોમાં થઈ ગઈ છે રિલીઝ, રિતિક-દીપિકાએ જીત્યા લોકોના દિલ
રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઈટર' આજે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. દીપિકા-રિતિક પહેલીવાર 'ફાઇટર'માં સ્ક્રીન પર સાથે જોવા મળશે. જો તમે પણ આ લોંગ વીકએન્ડ પર આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો ફિલ્મ જોતા પહેલા TV9નો આ રિવ્યૂ ચોક્કસ વાંચો.
ફિલ્મ વિશે વાત કરીએ તો, દેશભક્તિથી ભરપૂર હૃતિક રોશનની ફાઇટર પૈસા વસુલ મુવી છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ ‘ફાઈટર’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ‘પઠાણ’ ફેમ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ‘ફાઇટર’ માટે ચાહકોમાં એટલો ક્રેઝ છે કે પ્રથમ દિવસે જ તેને થિયેટરોમાં જોવા માટે ઘણું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ બધાની વચ્ચે ‘ફાઇટર’નો પહેલો રિવ્યુ પણ આવી ગયો છે.
“ज़माने भर में मिलते हैं आशिक कई, मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता
नोटों में भी लिपट कर, सोने में सिमटकर मरे हैं कई, मगर तिरंगे से खूबसूरत कोई कफ़न नहीं होता”
આમ કહીને રિતિક રોશને એક દિવસ પહેલા ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ કરી દીધી છે. હવે આ ફિલ્મ વિશે વિગતવાર વાત કરીએ.
સ્ટોરી
સ્ટોરી શ્રીનગર કાશ્મીરથી શરૂ થાય છે. જ્યાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન જૈશ ભારત વિરુદ્ધ એક મોટા ષડયંત્ર કરવામાં વ્યસ્ત છે. આ વખતે અઝર અખ્તરનું નિશાન શ્રીનગરનું એરફોર્સ સ્ટેશન છે. અઝર અખ્તરને રોકવાની જવાબદારી રોકીની (અનિલ કપૂર) ટીમની છે. જેમાં શમશેર પઠાનિયા (રિતિક રોશન)નો સમાવેશ થાય છે, જે પોતાને પાયલોટ નહીં પણ ફાઇટર માને છે.
મિની એક હેલિકોપ્ટર પાઈલટ છે અને બાકીના સુખોઈ જેટ પાઈલટ હોય છે. હવે દેશને બચાવવાની આ લડાઈમાં ભારત કેવી રીતે જીતે છે તે જાણવા માટે તમારે રિતિક રોશન અને દીપિકા પાદુકોણનું ફાઈટર થિયેટરમાં જોવું પડશે. સિદ્ધાર્થ આનંદે આપણને હોલીવુડને ટક્કર આપતા એક્શન સીન્સ બતાવ્યા છે. આપણે અત્યાર સુધી હિન્દી સિનેમામાં આવા હવાઈ યુદ્ધ જોયા નથી.
ડાયરેક્શન-લેખન
સિદ્ધાર્થ આનંદે ‘પઠાણ’ દરમિયાન જ ફાઈટરનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સ્ટોરી આપણને એક ક્ષણ માટે પણ કંટાળો આપતી નથી. આનો શ્રેય સિદ્ધાર્થની સાથે રોહન ચિબને આપવો પડે. કારણ કે તેની મજબૂત પટકથા વિના આ ફિલ્મ એટલી અસરકારક બની શકી ન હોત. ફાઈટરમાં આવા ઘણા ડાયલોગ્સ છે, જે તમારા રૂવાંડા ઉભા કરી દે છે.
એક્શન
આ ફિલ્મમાં તેણે એક્શનની સાથે ફિઝિક્સ અને લોજીકનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ફાઈટર પ્લેનના એક્શન સીનમાં, સુખોઈ પ્લેનમાં બેઠેલી પૈટી (રિતિક રોશન) જે રીતે પ્લેનને ઊંધુંચત્તુ કરીને આકાશમાં 90 ડિગ્રી પર ઉડે છે અને તેમાંથી ફાયરિંગ કરે છે, 40 ટકા ઓક્યુપન્સીમાં પણ થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. આ એક્શન સીન્સનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ લડાઈ નકલી નથી લાગતી. આનો શ્રેય દિગ્દર્શકની સાથે કલાકારોને પણ જાય છે.
VFX અને ટેકનિકલ વાતો
ફિલ્મના ગીતો સારા છે, પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિજેતા છે. આખી ફિલ્મમાં વંદે માતરમ ગીતનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો ફિલ્મમાં સારો એરિયલ શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાશ્મીર ખીણમાં ફિલ્માવવામાં આવેલ રિતિક રોશન હેલિકોપ્ટરમાંથી બહાર આવીને ત્રિરંગો ફરકાવે છે તે દ્રશ્ય અદ્ભુત છે. સિદ્ધાર્થની પઠાણની કોરિયોગ્રાફી પણ સચિન પોલે કરી હતી.
કેવી છે રીતિક અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી?
આ સિવાય જો આપણે ફિલ્મ ‘ફાઇટર’માં દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની કેમેસ્ટ્રીની વાત કરીએ તો બંને સ્ટાર્સ વચ્ચેની શાનદાર કેમેસ્ટ્રી જોવા જઈ રહી છે. જેની ઝલક તમે ટ્રેલર અને ગીતોમાં જોઈ ચૂક્યા છો. દીપિકા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.
‘ફાઇટર’નો રન ટાઈમ કેટલો છે?
તમને જણાવી દઈએ કે ‘ફાઈટર’નો રન ટાઈમ 2 કલાક 46 મિનિટ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFC એ પણ ફિલ્મને U/A પ્રમાણપત્ર આપ્યું છે. આશા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ નોંધાવશે.
સારાંશ
એમાં કોઈ શંકા નથી કે રિતિક રોશનની આ ફિલ્મ કોઈ વિઝ્યુઅલ ટ્રીટથી ઓછી નથી. ગ્લેમરના સ્પર્શ વિના પણ, આ ફિલ્મની સ્ટોરી તમને છેલ્લે સુધી પકડી રાખે છે. પાવર પેક પ્રદર્શન, વિસ્ફોટક એક્શન અને દેશભક્તિના સંવાદો માટે આ ફિલ્મ જુઓ અને આ વખતે સ્ટોરી પણ દમ છે.
ફિલ્મનું નામ : ફાઈટર
રિલીઝ ડેટ : 25 January 2024
ડિરેક્ટરનું નામ : સિદ્ધાર્થ આનંદ
કલાકાર : દીપિકા પાદુકોણ, રિતિક રોશન, અનિલ કપૂર
સિરીઝ : હિન્દી, એક્શન, દેશભક્તિ
રિલીઝ પ્લેટફોર્મ : થિયેટર
રેટિંગ્સ : 4 સ્ટાર્સ