ઢોલ અને પખાવાજથી હીરામંડીના ગીત ‘આઝાદી’ને અપાયુ છે સંગીત, ગણિકાઓ અંગ્રેજો સામે લડતી જોવા મળી
સંજય લીલા ભણસાલી તેમના લેટેસ્ટ પ્રોજેક્ટર હીરામંડી ધ ડાયમંડ બજાર માટે સમાચારમાં છે. ટીઝર અને ટ્રેલર રીલિઝ થયા બાદથી આ સિરીઝે દર્શકોમાં આકર્ષણ જમાવ્યું છે. ફેન્સ હવે હીરામંડી ધ ડાયમંડ બજારની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આઝાદી સિરીઝનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી : ધ ડાયમંડ બઝાર રિલીઝ થવાની છે. SLB તેની સિરીઝ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી હીરામંડીના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, ‘તિલસ્ મીબાહેં’ અને ‘સકલ બન’. હવે આ સિરીઝનું ત્રીજું ગીત આઝાદી પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં હીરામંડીની ગણિકાઓ બ્રિટિશ શાસન સામે લડતી જોવા મળે છે.
લોકો વચ્ચે ટીઝર અને ટ્રેલર ધૂમ મચાવી રહ્યા છે
સંજય લીલા ભણસાલી ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. દેવદાસથી લઈને પદ્માવત સુધી, તેમની લગભગ દરેક ફિલ્મમાં ભવ્ય સેટ અને અદભૂત કોસ્ચ્યુમ હતા. હવે ડાયરેક્ટર હીરામંડી સાથે પણ આ જ સરપ્રાઈઝ કરવા તૈયાર છે. આ સિરીઝ તેના ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદથી જ દર્શકોમાં ધૂમ મચાવી રહી છે.
View this post on Instagram
(Credit Source : Bhansali Productions)
જ્યારે ગણિકાઓ બ્રિટિશ શાસન સામે લડાઈ લડશે
હીરામંડીનું ગીત આઝાદી દેશના અગણિત નાયકો અને સ્વતંત્રતાની લડાઈમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવા માટે બનાવવામાં આવ્યું છે. સિરીઝના આ ગીતમાં સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, મનીષા કોઈરાલા, શર્મિન સહગલ અને સંજીદા શેખ અંગ્રેજો સામેની લડાઈમાં જોડાતાં જોવા મળે છે.
ઢોલ અને પખાવાજથી આપ્યું છે સંગીત
હીરામંડીનું ગીત ‘આઝાદી’ અર્ચના ગોર, પ્રગતિ જોશી, આરોહી, અદિતિ પોલ, તરન્નુમ અને અદિતિ પ્રભુદેસાઈએ તેમના સુંદર અવાજ સાથે ગાયું છે. જ્યારે ગીત એએમ તુરાજ દ્વારા લખવામાં આવ્યું છે. ગીતમાં ઢોલ અને પખાવાજ જેવા પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હીરામંડી ક્યારે રિલીઝ થશે?
હીરામંડી એક મલ્ટિસ્ટારર વેબ સિરીઝ છે. સિરીઝમાં મનીષા કોઈરાલા ઉપરાંત સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ પણ મહત્વની ભૂમિકામાં છે. હીરામંડી થોડા દિવસો પછી 1 મેના રોજ એટલે કે આજે Netflix પર સ્ટ્રીમિંગ થશે.