Breaking News : અમદાવાદમાં સ્કૂલો બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકિંગ
અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો છે. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો છે. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલનું IP એડ્રેસ શોધવા તપાસ શરુ કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદની 36 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો.
અમદાવાદની શાળાઓને પણ મળી હતી ધમકી
આ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. જેમાં બે શાળાના નામ સામે આવ્યા હતા જે ઘાટલોડિયાની આનંદ નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને સ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી હતી.
શાળાઓમાં ધમકી ભર્યો ઈમેલ આવમાં મોટો ખુલાસો
ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો હતો કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને ધમકીભર્યા ઇમેઇલ tauheedl@mail.ru પરથી આવ્યો હતો. સમગ્ર કેસમાં ISIનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું પણ સામે આવ્યુ હતુ.