અમદાવાદના નરોડામાં અમિત શાહનો હુંકાર, જીતના આત્મવિશ્વાસ સાથે કહ્યુ, પ્રથમ બે તબક્કાના મતદાનમાં જ 100 સીટો પર આગળ ચાલી રહ્યું છે NDA

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: May 01, 2024 | 12:21 AM

અમદાવાદના નરોડામાં અમિત શાહની સભા યોજાઈ જેમા તેમણે જણાવ્યુ કે આજે નરોડામાં 2 ચરણની ચૂંટણીના પરિણામો કહેવા માગુ છુ. 2 તબક્કામાં 100 સીટો પર NDA આગળ ચાલી રહી છે. મને વિશ્વાસ છે તમામ 25 સીટ પર કમળ ખીલશે અને ભાજપના ઉમેદવારો દિલ્હી પહોંચશે. શહેર હોય કે ગામ જંગલ હોય કે દરિયા-કિનારા, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ છે. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યુ રહેતો હતો. આજે જુવાનિયાને પૂછો તો ખબર જ ન હોય કર્ફ્યૂ એટલે શું? શાહે ઉમેર્યુ કે ગુજરાતને હુલ્લડ મુક્ત કરવાનુ કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. બોંબ ધડાકા કરનારાઓ અને દેશવિરોધી તત્વોને શોધી શોધીને જેલમાં નાખવાનુ કામ નરેન્દ્ર મોદીની સરકારમાં થયુ અને દેશની સીમાઓને સુરક્ષિત કરવામાં આવી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર અમિત શાહના શાબ્દિક પ્રહાર

ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય- અમિત શાહ અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે ખરગેએ નિવેદન આપ્યુ હતુ કે કે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા પરંતુ ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય.

આતંકવાદ અને નક્સલવાદ ની સમાપ્તિ નું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ- અમિત શાહ

અમિત શાહે કહ્યુ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદની સમાપ્તિનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. આજે જ છત્તીસગઝના 9 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા., હવે સરકાર બનશે તો દેશમાંથી નક્સલવાદ હટાવીને રહેશુ.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કોંગ્રેસની સરકારોએ વિકાસમાં રોડા નાખવાનુ કામ કર્યુ- અમિત શાહ

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસ સરકારે વિકાસના તમામ કામ રોકવાનુ કામ કર્યુ. BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. અમિત શાહે કહ્યુ હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

આ પણ વાંચો: “જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">