જામકંડોરણાની સભામાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર, કહ્યું – બન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા, જુઓ Video
લોકસભાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ બંન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા છે.
લોકસભાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ બંન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતી કરે છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી.
Union HM #AmitShah addresses a public rally as a part of the campaign in #Gujarat #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/hvipkZIt2x
— Tv9 Gujarati (@tv9gujarati) April 27, 2024
અમિત શાહે 26 બેઠકના લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું જનસભામાં અપીલ કરી છે. ભાજપની સરકાર આવ્યા બાદ દેશમાં બોંબ બ્લાસ્ટ બંધ થયા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે ભાજપના રાજમાં સૌરાષ્ટ્રમાં ટેન્કર રાજ બંધ થયુ છે. સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો છે.
પંચમહાલમાં અમિત શાહ સભા ગજવશે
અમિત શાહ જામકંડોરણામાં જાહેર સભા સંબોધીન બાદ આજે ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડશે
શાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષને પણ ઝટકો લાગી શકે છે, કારણ કે પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાવવાના છે.. તમને જણાવી દઇએ કે શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરિયા કરવાના છે અને તેમની સાથે 70થી વધુ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.
તો જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ કેસરિયા કરશે. સાથે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી અને શહેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આરતસિંહ પટેલ પણ ભાજપમાં જોડાશે.