ભાવનગરમાં દિવ્યાંગ વ્યક્તિને નોકરી અપાવવાની લાલચ આપી બળજબરીપૂર્વક ભિક્ષાવૃતિ કરવાના રેકેટનો થયો પર્દાફાશ, તળાજામાં નોંધાઈ ફરિયાદ

કોઇપણ વ્યક્તિ મદદ કરવા માટે હાથ લંબાવે તો જરા ચેતજો. કારણ કે, તે મદદ નહીં મોટું ષડયંત્ર હોઇ શકે છે. ભાવનગરના તળાજામાં મદદના બહાને ભિક્ષાવૃતિ કરાવી હોવાનો એક દિવ્યાંગ વ્યક્તિએ દાવો કર્યો છે. અમુક શખ્સો દિવ્યાંગ લોકોને ભિક્ષાવૃતિના રેકેટમાં ફસાવતા હોવાનો દાવો થયો છે. દાવો કરનાર દિવ્યાંગ પોતે પણ નોકરીની લાલચે ભિક્ષાવૃતિમાં ફસાયો હોવાનું જણાવ્યું અને પોતે કોઇક રીતે બચીને પોલીસ પાસે પહોંચીને ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું.

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 25, 2024 | 9:06 PM

ભાવનગરના તળાજા તાલુકાના વિકલાંગ વ્યક્તિએ ભિક્ષાવૃત્તિનું મોટું રેકેટ ઉજાગર કર્યું છે. અન્ય રાજ્યમાંથી નોકરીની લાલચ આપી દિવ્યાંગ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને ગુજરાત બોલાવવામાં આવતા હતા જ્યાંથી અલગ અલગ જિલ્લાઓમાં બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાના સૌથી મોટું રેકેટનો દિવ્યાંગ વ્યક્તિએ ભાવનગરથી પર્દાફાશ કર્યો છે. આ સક્રિય ગેંગ અન્ય રાજ્યમાંથી ભિક્ષાવૃત્તિ કરી શકે તેવા 200 જેટલા વ્યક્તિને ગુજરાતમાં લાવી ગોરખ ધંધો વિકસાવેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ તળાજા પોલીસ મથકમાં આ રેકેટ ચલાવતા નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

દિવ્યાંગોને ટાર્ગેટ કરી પહેલા નોકરીની લાલચ આપી લઈ જતા

ભાવનગરમાં ભિક્ષાવૃત્તિ કરીને રૂપિયા કમાવાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે.  યુપીના એક દિવ્યાંગ વ્યક્તિ આ રેકેટની ચંગુલમાંથી બહાર આવી 100 નંબર ડાયલ કરી ભાવનગર પોલીસની મદદ માગીને સમગ્ર રેકેટને ઉજાગર કર્યું છે. આ રેકેટની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સાત મહિના પહેલા ઉત્તર પ્રદેશમાં કાનપુર જિલ્લામાં પાન મસાલા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેવામાં અબ્બાસ નામનો વ્યક્તિ જેનું સાચું નામ દિવાકર છે, જે સંપર્કમાં આવે છે અને તે આ વિકલાંગ વ્યક્તિને જણાવે છે કે ગુજરાતમાં પેકિંગની નોકરીમાં સારા એવા રૂપિયા મળશે તેવી લાલચ આપીને દિવ્યાંગોને ટાર્ગેટ બનાવીને ગુજરાતમાં લાવે છે.

ત્યારબાદ બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. જોકે દિવ્યાંગે તેની વ્યથા જણાવતા કહે છે કે તેમણે સૌપ્રથમ જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા છે. આ રેકેટમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. જેમના પણ નામ ખુલી શકે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પણ વાંચો: સી.એસ. એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલના પરિણામો થયા જાહેર, અમદાવાદની બે દીકરીઓએ ઓલ ઈન્ડિયા લેવલે મારી બાજી- જુઓ વીડિયો

હાલ તો સમગ્ર ઘટના અંગે તળાજા પોલીસમાં દિવાકર, પૃથ્વી, દિપક અને દીવાકરની પત્ની વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે આ ઘટના બાદ આરોપીઓને અણસાર આવી જતા ફરાર થઈ ગયા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર રેકેટમાં ભિક્ષાવૃત્તિ કરાવવા માટે 200 થી વધુ લોકોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જો આની ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે તો અનેક વિકલાંગ અને બ્લાઈન્ડ લોકોને આ રેકેટમાંથી બહાર લાવી શકાય છે. જોકે મુખ્ય આરોપીઓ કોણ છે ક્યાં રહે છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">