ભાવનગરમાં રૂપાલાના વિરોધ વચ્ચે ચુવાળિયા કોળી સમાજનું યોજાયુ સંમેલન, તળપદા સમાજ સામે ઉમેદવાર ઉભો રાખવા કરાઈ હાકલ

સુરેન્દ્રનગરમાં ચુવાળિયા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો વિરોધ થતા હવે આ આગ ભાવનગર પહોંચી છે અને ભાવનગરના ચુવાળિયા કોળી સમાજે સંમેલન યોજી તળપદા ઉમેદવારનો વિરોધ કરવા માટે પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવવાની હાંકલ કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2024 | 9:44 PM

લોકસભાની ચૂંટણી માથે છે અને ભાજપમાં એક પછી એક વિવાદો સામે આવતા જાય છે. એક બેઠકની વિરોધની આગ બીજી બેઠક સુધી પણ પહોંચી છે. એક તરફ ભાજપે દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે તો બીજી તરફ જાતિના સમીકરણના કારણે કેટલીક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને ભાજપે ટિકિટ આપી છે. જેનો તળપદા સમાજનો લોકો વિરોધ કરી રહ્યા છે. હવે આ સુરેન્દ્રનગરના વિવાદની અસર ભાવનગર સુધી પહોંચી છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાનો વિરોધ થતા હવે ભાવનગરમાં ચુવાળિયા કોળી સમાજ સક્રિય થયો છે. શિહોરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું અને તેમા સમાજના આગેવાનોએ હાકલ કરી કે તેઓ પણ તળપદા સમાજ સામે ચૂંટણી લડશે.

નિમુબેન બાંભણિયા સામે ચુવાળિયા સમાજનો ઉમેદવારને ચૂંટણી લડાવવા હાકલ

ચુવાળિયા કોળી સમાજે શિહોર ખાતે બેઠકમાં એલાન કર્યું કે સુરેન્દ્રનગરમાં જેવી રીતે ચુવાળિયા સમાજના ઉમેદવાર સામે તળપદા સમાજના લોકો પોતાનો ઉમેદવાર ઉતારવા વિચારી રહ્યા છે.તેમ હવે ચુવાળિયા કોળી સમાજ પણ ભાવનગરમાં પોતાનો ઉમેદવાર ઉતારશે. તળપદા સમાજમાંથી આવતા ભાજપના નીમુ બાંભણિયા સામે ચુવાળિયા સમાજ પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવશે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ અહીં કોળી ઉમેદવારને ઉતાર્યા છે. એવામાં કોળી મતોનું વિભાજન થતા ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે..

ભાવનગરનું જાતિગત ગણિત

ભાવનગર બેઠકના જાતિ ગણિત પર નજર કરીએ તો ભાવનગરમાં સૌથી વધુ કોળી મતદારો છે. કુલ 6 લાખ કોળી મતદારો આ બેઠક પર નોંધાયેલા છે. જ્યારે સવા ત્રણ લાખ પાટીદાર મતદારો છે. ક્ષત્રિય મતદારોની સંખ્યા અઢી લાખ કરતા વધુ છે. ઉપરાંત ચુવાળિયા કોળી સમાજના 2 લાખ જેટલા મતદારો છે. જ્યારે બ્રાહ્મણ સમાજના 2 લાખ જેટલા મતદારો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ભાવનગરની બેઠક ભાજપનો ગઢ મનાઈ છે. સતત 7 ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર જીતે છે. પરંતુ આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કેમકે આ બેઠક એક તરફ કોળી સમાજની નારાજગી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની. પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ભાવનગર બેઠક પર અઢી લાખ ક્ષત્રિય મતદારો છે. એવી સ્થિતિમાં રૂપાલા સામેની નારાજગી શાંત નહીં થાય તો ભાવનગર બેઠક પર ભાજપને ફટકો પડી શકે છે.જાતિવાદના ગણિત અને વિરોધના વંટોળમાં ફસાયેલી ભાજપ ભાવનગર બેઠક મોટા માર્જિનથી જીતવા માટે કેવી રણનીતિ અપનાવે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસની પહેલ, હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને કર્યુ હેલ્મેટનું વિતરણ, વાલીઓને જાગૃત કરવા શરૂ કરી ઝુંબેશ- જુઓ તસવીરો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">