રાજ્યભરમાં રાજપૂતો દ્વારા આંદોલન પાર્ટ- ટુનો પ્રારંભ, મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યથાવત્
રાજપૂત આંદોલનના બે પાસા છે. એક તરફ સરકાર રાજપૂતોને મનાવવાના પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ રાજપૂતોનો વિરોધ સતત યથાવત છે. સવાલ એ છે કે શું આવનારા સમયમાં સરકાર થોડો ઘણા અંશે કે સંપૂર્ણરીતે વિરોધને અટકાવી શકશે કે પછી રાજપૂતો રાજકીય નુકસાન કરશે
એક તરફ રાજ્યભરમાં રાજપૂતોનો વિરોધ યથાવત છે બીજી તરફ રાજ્ય સરકારે હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મેદાને ઉતાર્યા છે અને ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી છે. આ બંન્ને દ્રશ્યો આજની તારીખમાં રાજપૂતોના વિરોધની સ્થિતિ અને સરકારનું સ્ટેન્ડ દર્શાવે છે. એક તરફ મહિલાઓ મેદાને આવી છે અને સતત વિરોધ વધી રહ્યો છે.
એક દિવસનો પ્રતિક ઉપવાસ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવ્યો છે. અને હાથમાં પ્લેકાર્ડ સાથે લખાયુ છે કે મહિલાઓનું અપમાન એ સનાતનનું અપમાન છે સાથે માગ હજી પણ એ જ છે કે રૂપાલાને બરખાસ્ત કરવામાં આવે તો બીજી તરફ જે દ્રશ્યો છે તેમાં આપ જોઈ શકો છો કે રૂપાલા વિવાદને ડામવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નો કરી રહ્યા છે. હકીકતમાં સરકાર ઈચ્છતી નથી કે તેઓથી કોઈપણ સમાજ નારાજ થાય અને એટલે સરકાર શરૂઆતથી વાર્તાલાપ કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
સોમવારે ભાવનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સતત બેઠકો કરી હતી. તેઓની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર હતા. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ હર્ષ સંઘવીએ સતત ખાનગી હોટલમાં જીતુ વાઘાણી અને નીમુ બાંભણિયા સાથે બેઠકો કરી હતી. અને સુત્રો તરફથી મળતી જાણકારી મુજબ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી. સતત વધી રહેલા વિરોધને લીધે ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે કે કોઈપણ સ્થિતિમાં વિરોધ ઓછો થાય અને ક્ષત્રિયોને મનાઈ લેવામાં આવે. હવે આ બાબતમાં ભાજપ કેટલું સફળ રહે છે તે અલગ વિષય છે.
આ તરફ સતત વિરોધ પણ યથાવત છે અને તેના ભાગરૂપે ગાંધીનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. રાજપૂત મહિલા મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન ઠેરઠેર થઈ રહ્યા છે ત્યારે આક્રોશિત મહિલાઓનું કહેવું છે કે કોઈપણ સ્થિતિમાં રાજપૂત સમાજને ન્યાય મળવો જોઈએ અને તે નહી મળે ત્યાં સુધી પ્રદર્શન સતત ચાલુ રહેશે. આ તરફ આપ ભાવનગરના જ દ્રશ્યો જુઓ. અહિં રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ સતત યથાવત છે.
ગારીયાધારમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ક્ષત્રિય સમાજના યુવકો પહોંચ્યા અને જોરશોરથી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જાહેરસભામાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા પ્રદર્શન કર્યું હતું. અહિં વિરોધના ભાગ રૂપે કાળા વાળટા ફરકાવવામાં આવ્યા હતા. અને યુવકોએ રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા. આ વિરોધ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને તુરંત પોલીસે ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત કરી હતી.
સતત વિરોધ વધી રહ્યો છે તો સરકાર પણ વિરોધની વચ્ચે સંકલન કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આખા મામલે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે
- શું સરકારના પ્રયત્નો સાર્થક રહેશે ?
- શું સરકાર રાજપૂતોને મનાવી શકશે ?
- શું હર્ષ સંઘવીના પ્રયત્નો પરિણામ લાવશે ?
આ ત્રણેય સવાલો એટલા માટે કારણ કે ચૂંટણી ટાણે સરકારને કોઈપણ નારાજ થાય તે પોષાય તેમ નથી અને એટલે સરકાર પ્રયત્નોમાં હતી અને છે જોકે હજી સુધી જેટલી પણ મિટિંગ સરકાર અને રાજપૂત સમાજ વચ્ચે થઈ તે તમામ નિષ્ફળ નીવડી છે. એટલે એક પણ બેઠક પરિણામ નથી લાવી શકી. ત્યારે રાજપૂતોના વિરોધને જોતા પણ સવાલ એ છે કે
- શું વિરોધ હજી વધશે ?
- શું વિરોધ ભાજપને નુકસાન કરશે ?
- જો નુકસાન કરશે તો કેટલું ?
- શું બેઠક ગુમાવવા સુધીનો વિરોધ હશે ?
આ સવાલો પણ એટલા માટે કારણ કે રાજકીય પાર્ટી ચાહે કોઈપણ હોય પરંતુ તેને જો નુકસાન સીટોનું ના થતું હોય તો તેને નુકસાન કહી ના શકાય આ સ્થિતિમાં રાજપૂતો પણ આ વાતને જાણે છે. તો સવાલ એ છે કે શું રાજપૂતોનું નુકસાન એટલું મોટુ હોય શકે કે જેનાથી ભાજપે કોઈ બેઠક ગુમાવવી પડે ? આ તમામ સવાલોના જવાબ 7 મેના રોજ મતદાન અને ત્યારબાદ પરિણામના દિવસે 4થી જૂને ખ્યાલ આવશે
આ પણ વાંચો: રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતા, અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્