દાહોદના પરથમપુરામાં બુથ કેપ્ચરીંગ કેસમાં ચૂંટણી વિભાગે 6 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ, 11મેના રોજ ફરી થશે મતદાન

દાહોદના સંતરામપુર તાલુકાના પરથમપુરાના બુથ કેપ્ચરીંગ કેસમાં ઈલેક્શન કમિશને 6 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 7મી મે એ ફરજમાં બેદરકારી રાખનારા પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 7:58 PM

દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુરના પરથમપુરા ગામે બુથ કેપ્ચરીંગ થયુ હોવાની ઘટના સામે આવતા ચૂંટણી વિભાગે 6 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમા પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક પોલીસ જવાન અને એક હોમગાર્ડકર્મીને પણ બરતરફ કરાયા છે.

બુથ કેપ્ચરિંગની ઘટના બાદ હવે પરથમપુર મતદાન કેન્દ્ર પર 11મી મેના રોજ ફેર મતદાન પ્રક્રિયા થશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફેર મતદાનની માગ કરવામાં આવી હતી. હવે આ બુથ પર 1હજાર 224 જેટલા મતદારો ફેરમતદાન કરશે.

દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરતા હોબાળો મચ્યો હતો. tv9એ બુધવારે આ અહેવાલ દર્શાવ્યો અને 24 કલાકની અંદર મોટી અસર થઇ. પહેલા આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર 11 મેએ ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

દાહોદના સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-220 પર ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવીને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. વિજય ભાભોર વીડિયોમાં કહી રહ્યો છે કે “5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.” મતદાનના દિવસે કેવી રીતે આરોપી EVMને લઇને ડંફાસ મારી રહ્યો હતો.

મહત્વનું છે કે વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આ વીડિયો જ્યારથી વાયરલ થયો હતો ત્યારથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે આ બેઠક પર બે દિવસ બાદ એટલે કે 11મી મેએ શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. દાહોદ બેઠક પર ભાજપે જશવંતસિહ ભાભોરને જ્યારે કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં 58.66 ટકા મતદાન નોંધાયું હતું.

આ મામલે વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી વિભાગે સંજ્ઞાન લઈ કુલ 6 લોકોને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે. હવે પરથમપુર મતદાન કેન્દ્ર પર 11મી મેના રોજ ફેર મતદાન થશે

આ પણ વાંચો: ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">