Gujarat Board 10th Result 2024 Live Updates : ધોરણ-10નું પરિણામ, વડોદરા જિલ્લાનું 77.20 ટકા પરિણામ, રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ
Gujarat Board 10th Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માર્ચ 2024માં યોજાયેલી એક્ઝામ ધોરણ-10નું રિઝલ્ટ 9 મે, 2024ના રોજ સવારે જાહેર થયું છે.
LIVE NEWS & UPDATES
-
GSEB 10th Result 2024 : જિલ્લા પ્રમાણે વિદ્યાર્થીઓને ગ્રેડ
-
GSEB 10th Result 2024 : મહતમ અને 0 ટકા પરિણામવાળી જિલ્લાવાર શાળાઓની સંખ્યાની માહિતી
-
-
GSEB 10th Result 2024 : સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ જાહેર
સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે વધીને 86.75 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝુમી જોવા મળી હતી. સુરતમાં 1279 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો હતો. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ હતા. આ સાથે A-2માં 8113, B-1માં 13049, B-2માં 15621, C-1માં 14102, C-2માં 5989 અને Dમાં 310 વિદ્યાર્થી ઉતીર્ણ થયા હતા.
-
GSEB 10th Result 2024 : જિલ્લાવાર આટલું રહ્યું પરિણામ
-
GSEB 10th Result 2024 : રિઝલ્ટ આ રીતે કરો ચેક
- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- હોમ પેજ પર 10મા પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
- હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
- સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
-
-
GSEB 10th Result 2024 : શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું -પરીક્ષામાં ચોરી ના બનાવ ખૂબ ઓછા બન્યા
- તમામ વિદ્યાર્થીઓને સફળતા બદલ અભિનંદન
- વિદ્યાર્થીઓ ભણ્યા છે એમાંથી જ પ્રશ્નો પૂછાયા
- વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય તે પ્રકારના પ્રશ્નો ન પૂછાતા સારું પરિણામ
- પરીક્ષા પદ્ધતિમાં સંશોધન કર્યુ અધિકારીઓએ મહેનત કરી
- પરીક્ષામાં ચોરીના બનાવ ખૂબ ઓછા બન્યા
- એડમિશન માટે તમામ વ્યવસ્થા છે
- વર્ષ ન બગડે તેવા પ્રયાસ ચાલુ છે
-
GSEB 10th Result 2024 : વડોદરા જિલ્લાનું 77.20 ટકા પરિણામ
- વડોદરા જિલ્લાનું 77.20 ટકા પરિણામ
- 1067 વિદ્યાર્થીઓને આવ્યો A 1 ગ્રેડ
- કુલ 36169 વિદ્યાર્થીએ આપી હતી પરીક્ષા
- ગત વર્ષ કરતા આ વખતે ધોરણ 10ના પરિણામમાં 15 ટકા જેટલો વધારો
-
-
GSEB 10th Result 2024 : રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ
- રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ
- 2791 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ
- 6372 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
- ગયા વર્ષની સરખામણીએ 12ટકાથી વધુ પરિણામ
- રાજકોટ 116 શાળાઓમાં 100ટકા પરિણામ
- રાજકોટની 4 શાળાઓનું શુન્ય પરિણામ
-
GSEB 10th Result 2024 : મુખ્ય વિષયોનું પરિણામ અહીં જાણો
-
GSEB 10th Result 2024 : ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ
- ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ
- ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ
- ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ
- બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ થયા
- વિજ્ઞાનમાં 81382, અંગ્રેજી દ્વિતિયમાં 44703 નાપાસ
- સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી નાપાસ
-
GSEB 10th Result 2024 : ગયા વખત કરતાં 18 ટકા જેટલું વધારે પરિણામ
ધોરણ 10માં ગયા વખત કરતાં 18 ટકા જેટલું વધારે પરિણામ આવ્યું છે.
-
GSEB 10th Result 2024 : ગ્રેડ મુજબ ધોરણ -10નું પરિણામ
- A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી
- A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી
- B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી
- B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી
- C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી
- C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી
- D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી
- E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી
-
GSEB 10th Result 2024 : 23,247 વિદ્યાર્થીઓએ મેળવ્યા A1 ગ્રેડ
- 23,247 વિદ્યાર્થીઓએ A1
- 78,893 વિદ્યાર્થીને A2 ગ્રેડ
- 21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર
-
GSEB 10th Result 2024 : જિલ્લામાં ગાંધીનગર મોખરે
- ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ
- સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ
-
GSEB 10th Result 2024 : 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર
1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે.
-
GSEB 10th Result 2024 : ધોરણ 10ની ગ્રેડિંગ પદ્ધતિ જુઓ
-
GSEB 10th Result 2024 : ધોરણ 10ના રિઝલ્ટનું ઝિણવટ ભર્યું કરો નિરિક્ષણ
-
GSEB 10th Result 2024 : કેન્દ્રની દ્રષ્ટિએ ઓછું અને વધારે પરિણામ
- દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું પરિણામ- 100 ટકા
- સૌથી ઓછું ભાવનગરના કેન્દ્રનું પરિણામ – 41.13 ટકા
ધોરણ 10નું પરિણામ જાહેર, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા #10thExamResults #10thResult #GSEBResult #GSEB #TV9News pic.twitter.com/nfRsduDDY8
— Tv9 Gujarati (@tv9gujarati) May 11, 2024
-
GSEB 10th Result 2024 : આ વખતે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું
ધોરણ 10ના રિઝલ્ટમાં વિદ્યાર્થીનું પરિણામ- 79.12 ટકા અને વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા રિઝલ્ટ આવેલું છે.
-
GSEB 10th Result 2024 : સુરતમાં વિદ્યાર્થીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો
સુરતમાં ધોરણ 10ના રિઝલ્ટને લઇને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા હતા.
-
GSEB 10th Result 2024 : હાઈ ટ્રાફિકને કારણે સાઈટ ખુલવામાં લાગી રહી છે વાર
ગુજરાત ધોરણ 10નું આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તેથી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. વધારે પ્રમાણમાં એકસાથે વિદ્યાર્થીઓ સાઈટ ઓપન કરતા હોય છે તો બની શકે છે એ જ સમયે સાઈટ ઓપન ન થઈ શકે.
જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય, તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછીથી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકશો. (વોટ્સએપ નં – 6357300971)
-
GSEB 10th Result 2024 : વિદ્યાર્થીઓ વોટ્સએપ પર મેળવી શકશે રિઝલ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ની વેબસાઇટ પર જાહેર થયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં – 6357300971 પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
-
GSEB 10th Result 2024 : ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયુ જાહેર
- ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
- GSEB.ORG પર રિઝલ્ટ જાહેર
- માર્ચ 2024માં લેવાઇ હતી પરીક્ષા
- 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
-
GSEB 10th Result 2024 : રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ – gseb.org પર ઉપલબ્ધ સીધી પરિણામ લિંક પર ક્લિક કરવું. વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરવી પડશે. તેમજ સબમિટ કરવું. GSEB 10મા નું રિઝલ્ટ 2024 ગણતરીની કલાકોમાં જાહેર થવાનું છે.
-
GSEB 10th Result 2024 : લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે
ગુજરાત બોર્ડ પરિણામ 2024 શનિવારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
-
GSEB 10th Result 2024 : આજે ધો-10નું રિઝલ્ટ થશે જાહેર
ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ સવારે 8 વાગે જાહેર થશે.
Gujarat Board 10th Result 2024 : સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવે છે. 2 દિવસ પહેલા એટલે કે તારીખ 09 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે બોર્ડ રિઝલ્ટ થોડું વહેલું જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેકિંગનું કામ પણ વહેલા શરુ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ વખતે 10 એપ્રિલ સુધીમાં બોર્ડના વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કામ પુરુ થઈ ગયું છે. રિઝલ્ટની અપડેટ જાણવા માટે અમારા TV 9 ગુજરાતીના ડિઝિટલ પ્લેટફોર્મ પર જોડાઈ રહો અને આ પેજને રિફ્રેશ કરતા રહો.
Published On - May 11,2024 6:52 AM