Gujarat Board 12th Result 2024 Live Updates : વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓનો દબદબો તેમજ સામાન્ય પ્રવાહમાં છોકરીઓ અવ્વલ

| Updated on: May 09, 2024 | 2:21 PM

સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવે છે. જો કે આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડે રિઝલ્ટ વહેલું જાહેર કર્યું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેકિંગનું કામ પણ વહેલા શરુ કરી દેવામાં આવ્યું હતું.

Gujarat Board 12th Result 2024 Live Updates : વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓનો દબદબો તેમજ સામાન્ય પ્રવાહમાં છોકરીઓ અવ્વલ
GSEB 12th Result 2024 live update

Gujarat Board 12th Result 2024 : સામાન્ય રીતે આપણા ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાની શરુઆતમાં જાહેર કરવામાં આવે છે. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શિક્ષણ બોર્ડે રિઝલ્ટ થોડું વહેલું જાહેર કર્યું છે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર થવાનું છે. રિઝલ્ટની અપડેટ જાણવા માટે અમારા TV 9 ગુજરાતીના ડિઝિટલ પ્લેટફોર્મ પર જોડાઈ રહો અને આ પેજને રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 May 2024 02:19 PM (IST)

    GSEB 12th Result 2024 : ગુજરાત બોર્ડ આ રીતે આપે છે ગ્રેડ સિસ્ટમ

  • 09 May 2024 01:12 PM (IST)

    GSEB 12th Result 2024 : સામાન્ય પ્રવાહમાં છોકરીઓએ બાજીમારી, છોકરાઓનું રિઝલ્ટ 89.45 %

    ગુજરાત બોર્ડ 12મા સમાનાન્ય પ્રવાહમાં પાસ થવાની ટકાવારીમાં છોકરીઓ અવ્વલ રહી છે. તેમની ટકાવારી 94.36 ટકા જોવા મળી રહી છે. જ્યારે છોકરાઓની ટકાવારી 89.45 % રહી છે.

  • 09 May 2024 01:03 PM (IST)

    GSEB 12th Result 2024 : છોકરાઓની પાસ થવાની ટકાવારી વધુ

    તમને જણાવી દઈએ કે આ વખતે ગુજરાત બોર્ડ 12મા વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓની પાસ થવાની ટકાવારી 83.53% વધારે જોવા મળી છે. જ્યારે છોકરીઓની પાસ થવાની ટકાવારી 82.35 ટકા છે.

  • 09 May 2024 12:03 PM (IST)

    GSEB 12th Result 2024 : 12th સામાન્ય પ્રવાહના રિઝલ્ટ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ

  • 09 May 2024 12:02 PM (IST)

    GSEB 12th Result 2024 : 12th સાયન્સના રિઝલ્ટ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ

  • 09 May 2024 11:17 AM (IST)

    GSEB 12th Result 2024 : 12th વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટનું વિષયવાર પરિણામ

  • 09 May 2024 11:15 AM (IST)

    GSEB 12th Result 2024 : 12th સામાન્ય પ્રવાહ રિઝલ્ટનું વિષયવાર પરિણામ

  • 09 May 2024 10:25 AM (IST)

    GSEB 12th Result 2024 : રિઝલ્ટ આ રીતે કરો ચેક

    • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
    • હોમ પેજ પર 12મા પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
    • હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
    • સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • 09 May 2024 09:58 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ પ્રમાણે પરિણામ

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ પ્રમાણે પરિણામ

    • A1 ગ્રેડમાં 1,034 વિદ્યાર્થી
    • A2 ગ્રેડમાં 8,983 વિદ્યાર્થી
    • B1 ગ્રેડમાં 18,514 વિદ્યાર્થી
    • B2 ગ્રેડમાં 22,115 વિદ્યાર્થી
    • C1 ગ્રેડમાં 21,964 વિદ્યાર્થી
  • 09 May 2024 09:50 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટને ઝિણવટ ભર્યું કરો નિરિક્ષણ

  • 09 May 2024 09:49 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટને ઝિણવટ ભર્યું કરો નિરિક્ષણ

  • 09 May 2024 09:47 AM (IST)

    GSEB 12th Result 2024 : સાયન્સમાં જાણો ગૃપ A અને Bનું રિઝલ્ટ

    વર્ષ : 2024

    A ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 90.11 %

    B ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 78.34 %

    AB ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 68.42 %

    વર્ષ : 2023

    A ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 72.27 %

    B ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 61.71 %

    AB ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 58.52 %

  • 09 May 2024 09:42 AM (IST)

    GSEB 12th Result 2024 : સાયન્સ સ્ટ્રીમમાં વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી, વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : કુંભારિયા

    વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : કુંભારિયા 97.97 ટકા

    ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર : બોડેલી 47. 98 ટકા

    વધારે પરિણામ ધરાવતો જિલ્લો : મોરબી 92.80 ટકા

    ઓછું પરિણામ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર 51.36 ટકા

  • 09 May 2024 09:34 AM (IST)

    GSEB 12th Result 2024 : ગયા વર્ષની સરખામણીએ 100 ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધી

    12 સામાન્ય પ્રવાહમાં……..

    • વર્ષ 2023માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ : 311
    • વર્ષ 2024માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ : 1609
    • વર્ષ 2023માં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ : 44
    • વર્ષ 2024માં 100 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ : 19
  • 09 May 2024 09:29 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ-10 બોર્ડનું રિઝલ્ટ આ તારીખે થશે જાહેર

    ધોરણ 12ના રિઝલ્ટ વચ્ચે નવા ન્યૂઝ આવી રહ્યા છે કે ધોરણ 10નું રિઝલ્ટ આવતી 11 તારીખે એટલે કે શનિવારના રોજ જાહેર થશે.

  • 09 May 2024 09:26 AM (IST)

    GSEB 12th Result 2024 : સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો ટોપ પર, જૂનાગઢમાં ઓછું રિઝલ્ટ

    વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર 2023માં ધાંગધ્રા 95.85 ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે 2324 છાલા 99.61 ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં 84.81 ટકા એ છેલ્લે રહ્યો છે.

  • 09 May 2024 09:18 AM (IST)

    GSEB 12th Result 2024 : ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું 91.93 ટકા રિઝલ્ટ

    આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.

  • 09 May 2024 09:09 AM (IST)

    GSEB 12th Result 2024 : વોટ્સએપ પર આ રીતે કરો ચેક

    ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. નીચેના સ્ટેપને અનુસરો

    • સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો.
    • અહીં મેસેજ ટાઈપ કરો અને 6357300971 પર મોકલો.
    • તમારે મેસેજમાં તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર મોકલવાનો રહેશે.
    • જ્યારે તમે સીટ નંબર લખીને ઉપર જણાવેલ નંબર પર મોકલો છો, ત્યારે તમને થોડી જ વારમાં તમારા ફોન પર વોટ્સએપ પર પરિણામ મળી જશે.
  • 09 May 2024 09:07 AM (IST)

    GSEB 12th Result 2024 : રિઝલ્ટ ઓનલાઈન ચેક કરવા અને ડાઉનલોડ કરવા માટે વેબસાઈટની મુલાકાત લો

    ગુજરાત બોર્ડે આખરે ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર ગુજરાત ધોરણ 12મા વિજ્ઞાનના પરિણામો 2024 અને GUJCET 2024ના પરિણામોની જાહેરાત કરી છે. ઉમેદવારો પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરવા અને ડાઉનલોડ કરવા માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

  • 09 May 2024 09:06 AM (IST)

    GSEB 12th Result 2024 : જિલ્લામાં મોરબી મોખરે, કુંભારિયા કેન્દ્રમાં સૌથી વધારે રિઝલ્ટ

    • ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં મોરબી જિલ્લાનો દબદબો
    • બોડેલી કેન્દ્રમાં સૌથી ઓછું રિઝલ્ટ
    • કુંભારિયા કેન્દ્રમાં સૌથી વધારે રિઝલ્ટ
  • 09 May 2024 08:47 AM (IST)

    GSEB 12th Result 2024 : સુરતમાં 12 સાયન્સના 18,514 વિદ્યાર્થી

    આજે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આજે જાહેર થવાનું છે. જેમાં સુરતમાં 12 કોમર્સના 91,573 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 18,514 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

  • 09 May 2024 08:14 AM (IST)

    GSEB 12th Result 2024 : હાઈ ટ્રાફિકને કારણે સાઈટ ખુલવામાં લાગી રહી છે વાર

    ગુજરાત ધોરણ 12ના બંને સ્ટ્રીમનું આજે એકસાથે રિઝલ્ટ છે અને GUJCETનું પણ આજે રિઝલ્ટ જાહેર થવાનું છે. તેથી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. વધારે પ્રમાણમાં એકસાથે વિદ્યાર્થીઓ સાઈટ ઓપન કરતા હોય છે તો બની શકે છે એ જ સમયે સાઈટ ઓપન ન થઈ શકે.

    જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય, તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછીથી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકશો. (વોટ્સએપ નં – 6357300971)

  • 09 May 2024 07:58 AM (IST)

    GSEB 12th Result 2024 : પ્રથમ વખત બંને સ્ટ્રીમનું એકસાથે રિઝલ્ટ

    • ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું આજે પરિણામ
    • 7.55 લાખ જેટલા વિદ્યાર્થીઓનું આજે ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ
    • ગયા વર્ષની સરખામણીએ સામાન્ય પ્રવાહનું 23 દિવસ વહેલા આવ્યું પરિણામ
    • પ્રથમ વખત 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે થશે જાહેર
    • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 131987 વિદ્યાર્થીઓ નોધાયા હતા
    • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 489279 વિદ્યાર્થીઓ નોધાયા હતા
  • 09 May 2024 07:51 AM (IST)

    GSEB 12th Result 2024 : વિદ્યાર્થીઓ વોટ્સએપ પર મેળવી શકશે રિઝલ્ટ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ની વેબસાઇટ પર થશે જાહેર થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં – 6357300971 પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

  • 09 May 2024 07:43 AM (IST)

    GSEB 12th Result 2024 : સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહ કરતા વધુ વિદ્યાર્થીઓ

    ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેનું આજે રિઝલ્ટ જાહેર થવાનું છે.

  • 09 May 2024 07:38 AM (IST)

    GSEB 12th Result 2024 : વિજ્ઞાન પ્રવાહમાં આટલા વિદ્યાર્થીએ આપી પરીક્ષા

    સમગ્ર ગુજરાતમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી.

  • 09 May 2024 07:19 AM (IST)

    GSEB 12th Result 2024 : રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?

    વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ – gseb.org પર ઉપલબ્ધ સીધી પરિણામ લિંક પર ક્લિક કરવું. વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરવી પડશે. તેમજ સબમિટ કરવું. GSEB 12મા સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 2024 ગણતરીની કલાકોમાં જાહેર થવાનું છે.

  • 09 May 2024 06:59 AM (IST)

    GSEB 12th Result 2024 : લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે

    ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 14 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મે મહિનામાં લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.

  • 09 May 2024 06:58 AM (IST)

    GSEB 12th Result 2024 : આજે ધો-12નું રિઝલ્ટ થશે જાહેર

    12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 9 વાગે જાહેર થશે.

Published On - May 09,2024 6:55 AM

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">