29 ફેબ્રુઆરીના મહત્વના સમાચારઃ ગુજરાતના મૂરતિયાઓ પર દિલ્હીમાં મંથન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 12:00 AM

આજે 29 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

29 ફેબ્રુઆરીના મહત્વના સમાચારઃ ગુજરાતના મૂરતિયાઓ પર દિલ્હીમાં મંથન
Gujarat latest live news and Breaking News today 30 March 2024 politics weather updates daily breaking news top headlines in gujarati Today IPL Match LSG vs PBKS Live score in Gujarati Today's Match IPL 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાણી બિલ વિવાદ પર એલજીને પત્ર લખીને જવાબ આપ્યો છે. પીએમ મોદી જામતારા ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. ઉમર ખાલિદે દિલ્હી રમખાણોના કેસમાં કરકરડૂમા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. નફે સિંહ હત્યા કેસમાં લંડન સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાને હત્યાની જવાબદારી લીધી હતી. હિમાચલમાં વિક્રમાદિત્ય સિંહે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું.

ઓડિશા સરકારને ECની નોટિસ, સરકારી જાહેરાતમાં પાર્ટી સિમ્બોલના ઉપયોગ પર જવાબ માંગ્યો. હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલન પાર્ટ-2નો ભાગ બની રહેલા ખેડૂતો માટે ખરાબ સમાચાર છે. જે ખેડૂતો સરકારી મિલકતને નુકસાન પહોંચાડે છે અને ઉપદ્રવ પેદા કરે છે તેમના પાસપોર્ટ અને વિઝા તેમના ફોટાની ઓળખ પર રદ કરવામાં આવશે.

ઝારખંડના જામતારા જિલ્લામાં એક ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના અચાનક મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને કહ્યું કે, હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Feb 2024 11:36 PM (IST)

    લોકસભા ઉમેદવારો પર ભાજપનું મંથન

    ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન શરૂ કરી દીધું છે, માનવામાં આવી રહ્યું છે કે આજે જ 125થી વધુ ઉમેદવારોના નામ નક્કી થઈ જશે. આની જાહેરાત પણ મોડી રાત્રે થઈ શકે છે. જો કે આવું થશે કે નહીં તે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નક્કી થશે. એવું માનવામાં આવે છે કે આ વખતે ભાજપ તેના 25 થી 30 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી શકે છે.

  • 29 Feb 2024 10:58 PM (IST)

    બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, ચૂંટણી સમિતિની બેઠકમાં લેશે ભાગ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે, તેઓ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે 100થી વધુ ઉમેદવારોના નામ પર વિચાર મંથન કરવામાં આવશે. માનવામાં આવે છે કે 10 માર્ચ પહેલા ભાજપ લગભગ 300 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

  • 29 Feb 2024 10:25 PM (IST)

    ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

    જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ મેળા દરમિયાન જો પ્લાસ્ટિક પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વેપારીઓએ આ નિર્ણયને તુઘલખી ગણાવતા પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાની માગ કરી છે.

  • 29 Feb 2024 10:25 PM (IST)

    ભાવનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ

    ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કાર પાર્કિંગને લઈને થયેલી બબાલ બાદ કાર એસેસરીઝની દુકાનમાં તોડફોડ કરી હતી. દુકાન સામે પાર્ક કરેલી ગાડી સાઈડ પર લેવાનુ કહેતા હુમલો કરવામાં આવ્યા હતો. દુકાનમાં મારામારી બાદ પણ તોડફોડ કરાઈ હતી.

  • 29 Feb 2024 09:55 PM (IST)

    ભાજપના ઉમેદવારો પર મંથન, 25-30 ટકા સાંસદોની ટિકિટ કપાઈ શકે

    બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાનારી આ બેઠકમાં યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તેલંગાણા, રાજસ્થાન અને ગોવા, ગુજરાતની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવશે.

  • 29 Feb 2024 07:52 PM (IST)

    દેશમાં મફત વીજળી માટેની આ યોજનાને મળી સરકારની મંજૂરી

    સરકારે પીએમ સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાની તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર 75,021 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આના દ્વારા સામાન્ય નાગરિકને વાર્ષિક 15 હજાર રૂપિયાનો લાભ મળશે.

  • 29 Feb 2024 07:51 PM (IST)

    પુત્રમોહમાં પિતાએ કરી પાંચ મહિનાની પુત્રીની હત્યા

    સમાજમાં આજે પણ દીકરીઓની અવગણના થતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પુત્ર જન્મની આશા રાખનાર પિતાએ પુત્રીની હત્યા કરી છે. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતાં પિતાએ દીકરી સતત રડતી હોવાથી આવેશમાં આવીને પુત્રીની હત્યા કરી. સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.

  • 29 Feb 2024 04:19 PM (IST)

    અભિનેત્રી-પૂર્વ સાંસદ જયાપ્રદાને મોટો ફટકો, અલ્હાબાદ હાઈકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજી ફગાવી.

    ગત વર્ષની ફિલ્મ અભિનેત્રી અને રામપુરથી પૂર્વ લોકસભા સાંસદ જયાપ્રદાને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જયાપ્રદા વતી બિનજામીનપાત્ર વોરંટ (NBW) રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. જયાપ્રદા વિરુદ્ધ સતત ગેરહાજર રહીને અને ભડકાઉ ભાષણો આપીને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરવાનો કેસ પેન્ડિંગ છે. ટ્રાયલ કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

  • 29 Feb 2024 03:16 PM (IST)

    શાહજહાં શેખ ટીએમસીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

    ટીએમસીએ શાહજહાં શેખને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે શાહજહાંની 55 દિવસ બાદ આજે એટલે કે ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

  • 29 Feb 2024 01:45 PM (IST)

    તમિલનાડુમાં ડાબેરીઓ સાથે ડીએમકેનું ગઠબંધન, આટલી બેઠકો માટે થઈ સમજૂતી

    DMK પ્રમુખ MK સ્ટાલિને લોકસભા ચૂંટણી માટે સામ્યવાદી પક્ષો CPI અને CPI-M સાથે સીટ શેરિંગ જોડાણ પર મહોર મારી છે. બંને પક્ષોને 2-2 બેઠકો આપવામાં આવી હતી.

  • 29 Feb 2024 01:27 PM (IST)

    હિમાચલમાં ક્રોસ વોટિંગ માટે 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાયા

    હિમાચલ પ્રદેશમાં યોજાયેલ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

  • 29 Feb 2024 01:11 PM (IST)

    1993ના અજમેર વિસ્ફોટમાં 2 દોષિત, 1 નિર્દોષ

    1993ના અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી કરીમ ટુંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. બે આરોપીઓ દોષિત ઠર્યા છે. આરોપી ઈમરાન અને હનીમુદ્દીનને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. ટાડા કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

  • 29 Feb 2024 10:57 AM (IST)

    કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો, જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નહીં

    કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે10.26 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દુધઈમાં આવેલા ભૂકંપનુ કેન્દ્રબિદું દુધઈથી 9 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. જો કે ભૂકંપને કારણે જાનમાલને નુકસાન થયું હોવાના સમાચાર હજુ સુધી આવ્યા નથી.

  • 29 Feb 2024 10:52 AM (IST)

    ગુજરાતની સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ 1થી 4માં 60 % જગ્યા ખાલી

    ગુજરાતમાં આવેલી વિવિધ સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ 1થી લઈને વર્ગ ચાર સુધીની કુલ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ વિગત અનુસાર, વર્ગ એકની 534 જગ્યા સામે 316 જગ્યા ખાલી રહી છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ 2 ની મંજૂર થયેલ 1469 જગ્યા સામે 193 જગ્યા ખાલી રહી છે. વર્ગ 3 ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ 4 ની 260 મંજૂર જગ્યાઓ પૈકી 201 જગ્યાઓ ખાલી રહી છે. હાલમાં ગુજરાતમાં 16 સરકારી ઈજનેરી કોલેજ કાર્યરત છે. આ જગ્યાઓ વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે.

  • 29 Feb 2024 10:31 AM (IST)

    દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં વધુ બેની ધરપકડ

    ગીર સોમનાથ-વેરાવળ દરિયા કાંઠેથી પકડાયેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં, પોલીસે વઘુ બે વ્યક્તિની ધરપકડ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાંથી ગીર સોમનાથ પોલીસે પિતા પુત્રની  ધરપકડ કરી છે. ડ્રગ્સની ડિલેવરી સહિતની ભુમિકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો પર્દાફાશ થઇ શકે છે.

  • 29 Feb 2024 07:51 AM (IST)

    મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માત, 14ના મોત-20 ઘાયલ

    મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક પીકઅપ વાહન કાબુ બહાર જઈને પલટી મારી ગયું હતું. આમાં 14ના મોત થયા છે, જ્યારે 20 ઘાયલ થયા છે. ઘાયલોને શાહપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 29 Feb 2024 07:21 AM (IST)

    સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાં શેખની મધ્યરાત્રીએ કરાઈ ધરપકડ

    પશ્ચિમ બંગાળમાં શાહજહાં શેખની મીનાખામાં અજાણ્યા સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ શાહજહાંની આજે મધ્યરાત્રીના 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી.

  • 29 Feb 2024 07:14 AM (IST)

    આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે

    ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે અને લગભગ 125 બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

  • 29 Feb 2024 06:19 AM (IST)

    શંભુ બોર્ડર પર અશાંતિ સર્જનાર ખેડૂતોના પાસપોર્ટ અને વિઝા રદ કરાશે

    હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલન પાર્ટ-2નો ભાગ બની રહેલા આંદોલનકારી ખેડૂતો માટે ખરાબ સમાચાર છે. જે ખેડૂતો સરકારી મિલકતને નુકસાન પહોંચાડે છે અને અશાંતિ- ઉપદ્રવ પેદા કરે છે તેમના પાસપોર્ટ અને વિઝા તેમના ફોટાની ઓળખના આધારે રદ કરવામાં આવશે. પોલીસ, પાસપોર્ટ ઓફિસ, ગૃહ મંત્રાલય અને ભારતીય દૂતાવાસમાં ઓળખાયેલા યુવકોના પાસપોર્ટ અને વિઝા રદ કરવામાં આવશે.

Published On - Feb 29,2024 6:19 AM

Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">