અમદાવાદ ખાતે Tv9 ગુજરાતીનું સત્તા સંમેલન, 400 પારને લઈ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહી મહત્વની વાત, જુઓ Video

લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે. આ પહેલા Tv9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલન 2024નું અમદાવાદ ખાતે આયોજન કર્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત મુખ્ય સ્થાને છે. આ સત્તા સંમેલનમાં ગુજરાત રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ સહિત રિવાબ જાડેજા અને હાલના ભજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અહીં પહોંચ્યા છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 09, 2024 | 5:22 PM

સત્તા સમેલનાના પહેલા સેશનમાં લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય પ્રધાન અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલી વાત મોદીની ગેરંટીને લઈ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કરેલા કામો પર મોદી સરકારને લોકો વોટ આપશે.

મહત્વનું છે કે, દેવુસિંહ ચૌહાણ એક ભારતીય રાજકારણી છે અને ભારતના સંચાર રાજ્ય મંત્રી તરીકે સેવા આપે છે. તેઓ ખેડા લોકસભા મતવિસ્તાર, ગુજરાતથી લોકસભા માટે સંસદ સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 2019ની લોકસભા સામાન્ય ચૂંટણી જીતી હતી.

દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતના નવાગામ ખેડામાં થયો હતો. તેમણે સરકારી પોલિટેકનિક કોલેજ, પોરબંદર (ગુજરાત)માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો છે. 1989 થી 2002 સુધી, દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણે ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) સાથે એન્જિનિયર તરીકે કામ કર્યું.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારોમાં કરેલ કામોને લઈ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આવાસ થી લઈ સમાજના તમમાં વર્ગને સાથે રાખીને આગળ ચાલવાનું સરકારે જે કામ કર્યું છે તેનો લાભ ખેડા જિલ્લાના લોકોને પણ મળ્યો છે.

દેવુસિંહ ચૌહાણે રોડ કનેક્ટિવિટીની વાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ આપણને અત્યારે ફક્ત અમદાવાદ લાગે છે પરંતુ આગામી સામયમાં અમદાવાદ, મેટ્રો અમદાવાદ હશે. મહત્વનું છે કે, મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડને લઈ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે દેશનો વિકાસ કરવો હોય તો ખાડા માંથી પસાર થવું જોઈએ.

ફાયબર કનેક્ટિવિટી અંગે વાત કરવામાં આવી તો દેશમાં અઢી લાખ ગામડામાં ફાયબર ટેકનોલોજી છે તેવું  દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં 400 પારને લઈ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયમાં ભ્રષ્ટાચાર સહિતના અનેક ગેરવ્યાજબી મુદાઓ નાબૂદ થયા છે. તેના આધારે સરકાર 400 પાર કરશે. તેમણે કહ્યું કે, ભાજપ દેશ માટે કામ કરી છે જ્યારે કોંગ્રેસ પરિવાર માટે કામ કરે છે.

કોંગ્રેસ સનાતન અને ધર્મને નાબૂદ કરવા નીકળી – કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ

કોંગ્રેસ મુક્ત ભારતને લઈ તેમણે વાત કરી કે, કોંગ્રેસે માતની લાલચમાં આટલા વર્ષ દેશના બગાડ્યા. કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે, એક તરફ કોંગ્રેસ સનાતન અને ધર્મને નાબૂદ કરવા નીકળ્યા છે. બીજી તરફ ભારત જોડો યાત્રા કરવા જાય ચએ. તેમણે કહ્યું કે, આવા લોકોને દેશ ઓળખી ગયો છે.

મોદીકા પરિવાર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, વર્ષો સુધી સત્તા ભોગવનાર લોકોએ એવું કહ્યું કે, મોદીનો પરિવાર નથી તેથી અમે બતાવ્યું કે, આખો દેશ મોદીનો પરિવાર છે. સાથે જ કોંગ્રેસના પરિવાર વાદ સામે મોદી કા પરિવાર અંગે પણ મહત્વની વાત કરી હતી.

રામ મંદિરની વાત વોટ બેંક તરીકે ઉપયોગ કરવાના સવાલ પર મંત્રીએ જણાવ્યું કે, રાજકીય પક્ષોની કામગીરીને લઈ લોકો મત આપતા હોય છે. તેમણે દેશમાં નેતા, નીતિ અને નિયત પર જનતાએ ભરશો મૂક્યો હોવાની વાત કરી હતી. અને આગામી સમયમાં પણ આ જ પ્રકારે લોકો મત આપશે તેમ કહી તેમણે રામ મંદિર પરના વોટ બેંક અંગે જવાબ આપ્યો હતો.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">