આ શું બોલ્યા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ? રાહુલ ‘ભક્તિ’માં, ગાંધીજીનું અપમાન, ભાજપે સાધ્યું કોંગ્રેસ પર નિશાન- Video

ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાના બેફામ વાણી વિલાસ સામે ન આવે તો જ નવાઈ. આ વખતે તો કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હદ જ કરી નાખી. રાહુલ ગાંધીના વખાણ કરતા કરતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીનું અપમાન કરી નાખ્યુ અને ના બોલવાના શબ્દો ગાંધીજીને બોલી નાખ્યા. જેને લઇને હવે ભાજપે કોંગ્રેસ સામે નિશાન સાધ્યુ છે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 03, 2024 | 7:39 PM

રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના કલાકો જ બાકી છે. આવા સમયે કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપી દીધું છે જે કોંગ્રેસને જ ભારે પડી શકે છે. રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુ જેઓ પોતાના વિવાદી નિવેદનો માટે જાણીતા છે. અગાઉ પણ અવારનવાર આવા નિવેદનો આપી વિવાદો સર્જી ચુક્યા છે. જો કે આ વખતે તો હદ જ થઇ ગઇ.રાહુલ ગાંધીની ભક્તિ કરતા કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરી નાખ્યું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ના કહેવાના શબ્દો કહી નાખ્યા.

પોતાના પક્ષના નેતા રાહુલ ગાંધીને હિરો બતાવવાના ચક્કરમાં ઇન્દ્રનીલ ભાન ભૂલ્યા અને તેઓએ રાહુલ ગાંધીની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી નાખી. એટલું જ નહીં રાજ્યગુરૂએ તો દાવો કરી નાખ્યો કે દેશમાં જો બીજા ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી જ હશે. નામ લીધા વિના ભાજપ પર આરોપ લગાવતા ઇન્દ્રનીલે કહ્યું કે, લોકો રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા.

પોતાની વાતથી ફરે નહીં તો એ નેતા નહીં. આવુ જ પરંપરા મુજબ ઈન્દ્રનિલ રાજ્યગુરુએ કર્યુ. પહેલા ફેરવી તોળ્યુ અને કહ્યુ કે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે. ગાંધીજી મુદ્દે પોતાના વિવાદિત નિવેદન મુદ્દે જ્યારે મીડિયા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને પૂછ્યું તો તેઓએ પોતાના નિવેદન પરથી પલટી મારી અને દાવો કર્યો કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. લાજવાને બદલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગાજ્યા અને દાવો કર્યો કે, મેં જે કહ્યું એ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાને કહ્યું હતું.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળતા જ ભાજપે આક્રમકતાથી વાર કર્યો. ભાજપ તરફથી ભરત બોઘરા સામે આવ્યા, અને કોંગ્રેસ પર બાપુના અપમાનનો આરોપ લગાવ્યો. ભાજપે દાવો કર્યો કે જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે.

ભાજપના આરોપ સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ મેદાનમાં આપ્યા. શક્તિસિંહે પોતાના નેતાઓને ભાષાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સાથે સંયમ જાળવવા અપીલ કરી. જોકે અહીં પણ શક્તિસિંહ રાજનીતિ કરવાનું ન ચૂક્યા અને ભાજપ નેતા પર આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: રાજકોટમાં લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ થતા ભાજપ લાલચોળ, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ, ધાનાણીએ ફગાવ્યા આક્ષેપ – Video

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">