લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના પગલે ઉમેદવારો મતદારોને રિઝવવાની મોસમ ચાલી રહી છે. ત્યારે ઉમેદવારોના અવનવા રંગ જોવા મળી રહ્યા છે. પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા હવે ગરબે ઘુમતા જોવા મળ્યા છે. મનસુખ માંડવિયા રાજકોટના ગોંડલ પહોંચ્યા હતા.જ્યાં તેમણે મનસુખ માંડવિયા કાર્યકરો અને મતદારો સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા છે. મહત્ત્વનું છે કે ધુળેટી વખતે અર્જુન મોઢવાડિયા પણ દાંડિયા રાસ રમતા જોવા મળ્યા હતા.
Union Minister plays Garba as a part of #LokSabhaElections2024 campaign #Gondal #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/OJekgRUvHX
— Tv9 Gujarati (@tv9gujarati) April 7, 2024
બીજી તરફ આ અગાઉ મનસુખ માંડવિયા ચૂંટણીના જંગ પહેલાં તે ક્રિકેટના મેદાન પર તેમનો “દમ” દેખાડતા નજરે પડ્યા. મનસુખ માંડવિયા એક આગવા જ અંદાજ સાથે બોલિંગ અને બેટીંગ કરતા નજરે પડ્યાં. તેઓ યુવાનોને પ્રેરણા આપવા ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા. પહેલાં તેમણે ધમાકેદાર બોલિંગ કરી અને પછી જોરદાર બેટીંગ કરતાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા દેખાયા હતા. ઈલેક્શન પહેલાંનો મનસુખ માંડવિયાનો આ અંદાજ તેમના ચાહકોને પસંદ આવી રહ્યો છે.
આ અગાઉ મનસુખ માંડવિયા બાઇક પર સવારી કરતા નજરે પડ્યાં. આમ તો નેતાજી કારમાં ફરતા જ જોવા મળતા હોય છે, જોકે ચૂંટણી પ્રચારમાં સમયસર લોકો વચ્ચે પહોંચવું પણ જરૂરી હોય છે. ત્યારે માંડવિયાએ કારને બદલે બાઇકની પસંદગી કરી. જયેશ રાદડીયાએ બાઇક હંકાર્યું અને માંડવિયાએ કરી મોટરસાયકલની સવારી.
મનસુખ માંડવિયા જેતપુર સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે તેઓ જેતપુર જામકંડોરમાના ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે બાઈક પર બેસેલા જોવા મળ્યા હતા. સ્વામીનારાયણ મંદિરેથી દર્શન કરીને પરત જતા સમયે તેમણે બાઈકમાં સવારી કરી હતી. મનસુખ માંડવિયાની બાઈક સવારીનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.