US Accident : અમેરિકામાં ગમખ્વાર અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાનું મોત, જુઓ Video
અમેરિકાના એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિનામાં અકસ્માત થયો છે. જેમાં આણંદ જિલ્લાની 3 મહિલાઓનું મોત થયુ છે. મૂળ આણંદ જિલ્લાની વતનીનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. કાર બ્રીજની દિવાલ સાથે ટકરાતા અકસ્માતની ઘટના બની હતી.
વિદેશમાંથી અવારનવાર ગુજરાતીઓના મોતના સમાચાર મળતા હોય છે. ત્યારે ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. અમેરિકાના એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિનામાં અકસ્માત થયો છે. જેમાં આણંદ જિલ્લાની 3 મહિલાઓનું મોત થયુ છે. મૂળ આણંદ જિલ્લાની વતનીનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. કાર બ્રીજની દિવાલ સાથે ટકરાતા અકસ્માતની ઘટના બની હતી.
3 Gujaratis dies in a tragic car accident in #USA#Kheda #TV9News pic.twitter.com/jXFh1CpoVL
— Tv9 Gujarati (@tv9gujarati) April 27, 2024
પ્રાપ્તથતી માહિતી અનુસાર કાર ઓવર સ્પીડમાં હોવાના કારણે કાર બ્રીજની દીવાલ સાથે અથડાતા 20 ફૂટ હવામાં ફંગોળાઈ હતી. જેના પગલે ગુજરાતની 3 મહિલાનું મોત થયુ છે. મળતી માહિતી અનુસાર એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિના જઈ રહી હતી. ત્યારે કાર દિવાલ સાથે અથડાતા 20 ફૂટ ફંગોળાઈ ગઈ હતી. જેના પગલે કારમાં સવાર મહિલા હવામાં ઉછળીને ઝાડ સાથે અથડાતા 3 મહિલાનું મોત થયુ છે.
મૃતક મહિલાઓના નામ
- રેખાબેન દિલીપભાઈ પટેલ
- સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
- મનીષા બેન રાજેન્દ્રભાઈ પટેલ
બીજી તરફ આ અગાઉ પણ અમેરિકાના ટેક્સાસથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. અહીં સરહદી શહેર બ્રાઉન્સવિલેમાં એક SUV કારના ચાલકે બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર કાર ચડાવી દીધી હતી. જેમાં સાત લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી હતી. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.
અકસ્માતમાં 7ના થયા હતા મોત
સ્થળાંતરીત આશ્રયની બહાર બસ સ્ટોપ પાસે અકસ્માત બ્રાઉન્સવિલે પોલીસે આને મોટો અકસ્માત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ ઘટના બાદ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યાં આ ભયાનક અકસ્માત થયો હતો તે આશ્રયસ્થાનના નિર્દેશક વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળ્યા બાદ તેમણે આશ્રયસ્થાનના સર્વેલન્સ વીડિયોની સમીક્ષા કરી હતી.