દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે કર્યો પ્રચાર, કહ્યુ અમારી સરકાર આવશે તો પ્રફુલ પટેલને એક મિનિટમાં આઉટ કરી દઈશુ

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આજે સંઘ પ્રદેશ દમણમાં જાહેરસભા સંબોધી. શનિવારે વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે રાહુલ ગાંધીએ દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે પ્રચાર કર્યો. આ તકે તેમણે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને આડે હાથ લીધા અને એકબાદ એક શાબ્દિક ચાબખા માર્યા હતા.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 28, 2024 | 8:12 PM

ગુજરાતમાં 7 મી મેએ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પ્રિયંકા ગાંધીએ વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે સંઘપ્રદેશ દમણમાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો. રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને તેમના શબ્દોના બાણથી જાણે ધોઈ નાખ્યા હતા  અને એક જુજારુ નેતાની જેમ પ્રફુલ પટેલ પર એક બાદ એક ચાબખા મારતા જોવા મળ્યા હતા.

“પ્રફુલ પટેલ રાજાની જેમ વર્તે છે, પહેલા તો તેને અહીંથી ભગાડો”

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને પ્રફુલ પટેલ પર વાર કર્યો કે નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને રાજાની જેમ તમારા માથા પર બેસાડી રાખ્યા છે. પ્રફુલ પટેલ અહીંના પ્રશાસકની જેમ નહીં, રાજાની જેમ વર્તે છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા એવી જ રીતે પ્રફુલ પટેલને બેસાડી દેવાયા છે. આ રાજાને દિલ્હીથી બેસાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે તમે રાજા છો જે કરવુ હોય તે કરી શકો છો. પ્રફુલ પટેલને લોકોના ઘર તોડવાની અને અન્ય તમામ છૂટ આપવામાં આવી છે. તેને અહીંથી ભગાડો અને કેતન પટેલને જીતાડો.

“RSS અને ભાજપ બંધારણને ખતમ કરવા માગે છે “

રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે કહ્યુ લોકશાહી અને વિવિધ સંસ્થાઓનો નાશ થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વાઈસ ચાન્સેલરના પદ પર આરએસએસના લોકોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે એ લોકોનું લક્ષ્ય છે કે સંવિધાનને કોઈને કોઈ રીતે ખતમ કરવામાં આવે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

“નરેન્દ્ર મોદી 20,22 અબજપતિઓની મદદ કરી રહ્યા છે”

રાહુલ ગાંધીએ કહ્યુ જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો પ્રફુલ પટેલને અહીંથી આઉટ કરી દેવામાં આવશે. પ્રફુલ પટેલની દાદાગીરી ખતમ કરી દેવામાં આવશે. રાહુલે હળવા અંદાજમાં કહ્યુ કે મોદીજીએ તમારો મૂડ ખરાબ નાખ્યો છે તે હું ઠીક કરવા આવ્યો છુ. રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપમાં એવા જ લોકો સામેલ છે જે અનામતની વિરુદ્ધ હતા. નરેન્દ્ર મોદી 20-22 અબજપતિઓની મદદ કરી રહ્યા છે. દમણમાં બનેલા સુંદર બીચ પર પણ અદાણીનું નામ હશે. એ ઈચ્છે છે કે અહીં પ્રવાસી આવે તો તમારો ફાયદો ન થાય. તમારા બીચ પર, ઍરપોર્ટ પર અદાણીનું નામ હોય. જે પણ અહીં વેચાય છે તે અદાણી અને અંબાણી વેચે અને તમે જોતા રહો.

‘તમારા કલ્ચરનું રક્ષણ થવુ જોઈએ’

રાહુલે કહ્યુ તમારો ઈતિહાસ છે, કલ્ચર છે તેની રક્ષા થવી જોઈએ, તે પ્રફુલ પટેલ ન કરી શકે,. તમને અધિકાર મળવો જોઈએ. તમારે પોતાની સિસ્ટમ ચલાવવી જોઈએ.

“એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ એક વર્ષની નોકરી આપવામાં આવશે”

રાહુલે કહ્યુ ચૂંટણી ઢંઢેરા અંગે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા આવશે. સ્નાતક થયા પછી બેરોજગાર હોય તેવા યુવાનોને એક વર્ષ માટે ખાનગી કંપનીમાં નોકરી આપવામાં આવશે અને તેમને દર વર્ષે ₹100,000 આપવામાં આવશે અને તેમને તાલીમ આપવામાં આવશે.

“માછીમારોને ડીઝલ પર મળતી સબસિડી બંધ કરાઈ છે જે ફરી શરૂ કરાશે”

ખેડૂતો અંગે તેમણે કહ્યું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળશે. આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવામાં આવશે. મનરેગા હેઠળ ₹200 થી ₹400 આપવામાં આવશે. માછીમારો માટે ડીઝલ પર સબસિડી શરૂ કરવામાં આવશે. આ સાથે રાહુલ ગાંધીએ અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

આ પણ વાંચો: રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">