પતિ જેલમાં જતા પત્નીએ સંભાળ્યો નશાનો કારોબાર, LCBએ ઝડપી લીધી, 2 આરોપીની ધરપકડ
અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતી વધુ એક મહિલા પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પતિ જેલમાં જતા પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનો સામે આવ્યો છે. ઝોન 7 LCBએ રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી અને જુહાપુરાની મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતી વધુ એક મહિલા પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પતિ જેલમાં જતા પત્નીએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઝોન 7 LCBએ રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી અને જુહાપુરાની મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને 2.53 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કેસમાં દરિયાપુરની ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું છે. જેને આધારે પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.
લાખો રુપિયાનો ડ્રગ્સ જપ્ત કરાયો
વેજલપુર પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સાબિયાબાનુ અન્સારી અને શાહરુખખાન પઠાણની ડ્રગ્સના વેચાણ કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી છે.ઝોન 7 LCBને બાતમી મળી કે જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે જેને લઈને વોચ ગોઠવી હતી.
રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઈને નીકળેલા આરોપી શાહરુખ ખાન પઠાણની ધરપકડ કરીને તેની પાસેથી 45 હજારનો ડ્રગ્સનો જથ્થો પોલીસે જપ્ત કર્યો.આરોપીની પૂછપરછમાં જુહાપુરાની મહિલા ડ્રગ્સ પેડલર સાબિયાબાનું અન્સારીનું નામ ખુલ્યું હતું .પોલીસે તેના ઘરે રેડ કરતા વધુ 2 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે બંન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સ વેચાણમાં મહિલા પેડલરનું પ્રમાણ વધ્યું !
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા ડ્રગ્સ પેડલર સાબિયાબાનું ના પતિ સિકંદરહુસેન અન્સારીની SOG ક્રાઇમે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. જે છેલ્લા 10 મહિનાથી સાબરમતી જેલમાં કેદ છે.પતિ જેલમાં જતો રહેતા સાબિયાબાનુએ પતિનો નશાનો ધંધામાં ઝપલાવ્યું અને ડ્રગ્સ પેડલર બનીને ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો.
આ મહિલા પેડલર દરિયાપુરની મહિલા પેડલર જાસમીનબાનુ પાસેથી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરતી હતી.આ ડ્રગ્સના નેટવર્કમાં મહિલા પેડલર સૌથી વધુ સક્રિય થઈ હોવાનું તપાસમાં ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડ્રગ્સના નેટવર્ક મહિલા પેડલરનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક વધ્યું છે. ગાંધીનગર માં Md ડ્રગ્સની ફેકટરી પકડાયા બાદ Md ડ્રગ્સના નેટવર્ક મહિલા પેડલરનું પ્રમાણ વધ્યું છે.આ ડ્રગ્સ કેસમાં ઝોન 7 LCB અને વેજલપુર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે. આરોપીઓના 4 મેં સુધીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવામાં આવશે. હજી દરિયાપુરની મહિલા પેડલરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.