ઉકળેલી ચા ની ભૂકીનો આવી રીતે કરો ઉપયોગ, વાળ બનશે સ્મુધ અને ચમક દેખાશે
વાળમાં કુદરતી ચમક મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે અને વાળની ટ્રીટમેન્ટ કરાવવા માટે હજારો રૂપિયા પણ ખર્ચે છે. બચેલી ચાની ભૂકીનો ઉપયોગ કરીને પણ તમે તમારા વાળને ચમકદાર બનાવી શકો છો.
દરેક ઘરમાં દરરોજ ચા બનાવ્યા બાદ ઉકળેલી ચાની ભૂકી વધે જ છે જે કચરામાં ફેંકી દેવામાં આવે છે. શું તમે જાણો છો કે ચાની ભૂકીનો ઘરમાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે કૂંડામાં ખાતર તરીકે. આ છોડના વિકાસમાં સુધારો કરે છે. તમે વાળની સંભાળમાં ચાની ભૂકીનો ઉપયોગ પણ કરી શકો છો.
ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ થતી હોય છે
ઉકળેલી ચાની ભૂકીનો ઉપયોગ તમારા વાળમાં નવી ચમક તો આવશે જ પરંતુ તમારા વાળ સ્પર્શ કરવામાં પણ સોફ્ટ લાગશે. તો ચાલો જાણીએ કે, વાળને ચમકદાર બનાવવા માટે ચાની ભૂકીનો ઉપયોગ આવી રીતે કરવો.
વાળમાં ચમક લાવવા માટે સલૂનમાં ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેના માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે. અમુક સમયે આવી ટ્રીટમેન્ટ વાળને નુકસાન પણ પહોંચાડે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઉકળેલી ભૂકી તમારા વાળને કુદરતી રીતે ચમકદાર બનાવી શકે છે.
તમારા વાળમાં ચમક લાવવા માટે આ રીતે ઉપયોગ કરો
જો તમે ઉકળેલી ચાની ભૂકીનો ઉપયોગ વાળ માટે કરવા માંગો છો, તો પહેલા તેને ચાળણીમાં કાઢી લો અને તેને સાદા પાણીથી સારી રીતે સાફ કરો. જેથી તેમાં ખાંડ બાકી ન રહે. હવે તેને ફરીથી પાણીમાં નાંખો અને તેને સારી રીતે ઉકાળો અને પાણીને ગાળીને ઠંડુ થવા દો. તમારા વાળને સારી રીતે શેમ્પૂ કરો અને છેલ્લે ચાની ભૂકીના પાણીથી તમારા વાળ ધોઈ લો. આ રીતે તમે થોડાં દિવસોમાં સારા પરિણામો જોવાનું શરૂ કરશો.
બોડી સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે
ઉકળેલી ભૂકીનો ઉપયોગ શરીરમાંથી મૃત ત્વચાને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા ચાની પત્તી સાફ કરો અને પાણી કાઢી લો અને તેમાં જોજોબા ઓઈલ, ઓલિવ ઓઈલ અથવા બદામનું તેલ મિક્સ કરો અને તેનાથી આખા શરીરને સ્ક્રબ કરો. શિયાળામાં આનાથી તમારી ત્વચા કોમળ બનશે અને ડેડ સ્કિન પણ દૂર થશે.
તમે આ રીતે વધેલી ચાની ભૂકીનો પણ ઉપયોગ કરી શકો છો
છોડ માટે ખાતર તરીકે ઉકળેલી ચાની ભૂકીનો ઉપયોગ કરવા ઉપરાંત તેનો રસોડામાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો જૂના ડબ્બામાંથી દુર્ગંધ આવવા લાગે છે, તો ચાની ભૂકીને ઉકાળો. કન્ટેનરને પાણીમાં ડુબાડીને સાફ કરો, દુર્ગંધ દૂર થઈ જશે. આ સિવાય જો ઘી અને તેલ વાળા વાસણોમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને ચાની ભૂકીના પાણીથી સાફ કરવા જોઈએ.