Breaking News : CBSE 2024 ધોરણ 12નું રિઝલ્ટ જાહેર, 87.98% પાસ, આ રીતે કરો ચેક
CBSE 12th Result 2024 Out: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 12મી પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને માર્કશીટ ચકાસી શકે છે.
CBSE 12મી બોર્ડ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 87.98 ટકા છોકરીઓ અને છોકરાઓએ પરીક્ષા પાસ કરી છે. CBSE બોર્ડ 12મીની પરીક્ષા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન દેશભરના નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in, cbseresults.nic.in, results.digilocker.gov.in અને umang.gov.in પર જઈને તેમના રોલ નંબરનો ઉપયોગ કરીને માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.
Central Board of Secondary Education (CBSE) declares Class XII results.
87.98% of students pass the board exams. Passing percentage increased by 0.65% since last year. Girls outshine boys by over 6.40% points; over 91% girls passed the exam.#CBSEResults #TV9News pic.twitter.com/G1wusLYRp9
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2024
(Credit Souce : @tv9gujarati)
વિજયવાડા અને ચેન્નાઈનું પરિણામ
તમને જણાવી દઈએ કે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા છે, જે ગયા વર્ષે 84.67 ટકા હતી. જ્યારે છોકરીઓનું પરિણામ 91.52 ટકા નોંધાયું છે. ત્રિવેન્દ્રમ પ્રદેશનું પરિણામ સૌથી વધુ 99.91 ટકા છે. આ પછી વિજયવાડા અને ચેન્નાઈનું પરિણામ અનુક્રમે 99.04 ટકા અને 98.47 ટકા આવ્યું છે.
CBSE 12મું રિઝલ્ટ 2024 સ્કોરકાર્ડ આ રીતે તપાસવું
- CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
- અહીં હોમ પેજ 12મા પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
- હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
- સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
- હવે રિઝલ્ટ ચેક કરો અને પ્રિન્ટ આઉટ લો.
કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી?
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 12મીની પરીક્ષા માટે 16,33,730 છોકરીઓ અને છોકરાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 16,21,224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ 14,26,420 પાસ થયા હતા.