Lok Sabha Election Date 2024: 25 મેના રોજ યોજાશે છઠ્ઠા ચરણનું મતદાન, 7 રાજ્યોમાં 57 લોકસભા બેઠકો પર થશે વોટિંગ
દેશમાં છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ માટેનું નોટિફિકેશન 29 એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 6 મે સુધી ઉમેદવારી નોંધાવશે અને 7 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 9 મે સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.
લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે. ભારતમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. તો ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. 543 બેઠકો માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 4 જૂને મતદાન થશે. આ ઉપરાંત દેશના 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.
આ વખતે દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર દેશમાં છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ માટેનું નોટિફિકેશન 29 એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 6 મે સુધી ઉમેદવારી નોંધાવશે અને 7 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 9 મે સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
શું છે ફોર્મ ભરવાથી લઇ વોટિંગ સુધીનો કાર્યક્રમ?
ઉમેદવારોના ફોર્મની ચકાસણી 7 મેના રોજ કરવામાં આવશે. જ્યારે નામો પરત ખેંચવાની તારીખ 9 મે રાખવામાં આવી છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે રવિવારે થશે. 4 જૂને એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે. છઠ્ઠા તબક્કા હેઠળ 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાશે જેમાં 57 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવામાં આવશે.
ઉત્તરપ્રદેશની 14 બેઠકનું ભવિષ્ય નક્કી થશે
છઠ્ઠા તબક્કા હેઠળ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશની 14 બેઠકો ઉપરાંત હરિયાણાની 10 બેઠકો પર મતદાન થશે. આ સાથે બિહાર અને પશ્ચિમ બંગાળમાં 8-8 સીટો પર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત ઓડિશાની 6 અને ઝારખંડની 4 બેઠકો પર મતદાન થશે. આ તબક્કા દરમિયાન 2 રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે ચૂંટણીનો એક ભાગ 5 રાજ્યોમાં યોજાશે.
State Name | Constituency Name | Phase | Date |
Bihar | Gopalganj | Phase 6 | 25-May-24 |
Bihar | Maharajganj | Phase 6 | 25-May-24 |
Bihar | Paschim Champaran | Phase 6 | 25-May-24 |
Bihar | Purvi Champaran | Phase 6 | 25-May-24 |
Bihar | Sheohar | Phase 6 | 25-May-24 |
Bihar | Siwan | Phase 6 | 25-May-24 |
Bihar | Vaishali | Phase 6 | 25-May-24 |
Bihar | Valmiki Nagar | Phase 6 | 25-May-24 |
Delhi | Chandni Chowk | Phase 6 | 25-May-24 |
Delhi | East Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | New Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | North East Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | North West Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | South Delhi | Phase 6 | 25-May-24 |
Delhi | West Delhi | Phase 6 | 25-May-24 |
Haryana | Ambala | Phase 6 | 25-May-24 |
Haryana | Bhiwani Mahendragarh | Phase 6 | 25-May-24 |
Haryana | Faridabad | Phase 6 | 25-May-24 |
Haryana | Gurgaon | Phase 6 | 25-May-24 |
Haryana | Hisar | Phase 6 | 25-May-24 |
Haryana | Karnal | Phase 6 | 25-May-24 |
Haryana | Kurukshetra | Phase 6 | 25-May-24 |
Haryana | Rohtak | Phase 6 | 25-May-24 |
Haryana | Sirsa | Phase 6 | 25-May-24 |
Haryana | Sonipat | Phase 6 | 25-May-24 |
Jharkhand | Dhanbad | Phase 6 | 25-May-24 |
Jharkhand | Giridih | Phase 6 | 25-May-24 |
Jharkhand | Jamshedpur | Phase 6 | 25-May-24 |
Jharkhand | Ranchi | Phase 6 | 25-May-24 |
Orissa | Bhubaneswar | Phase 6 | 25-May-24 |
Orissa | Cuttack | Phase 6 | 25-May-24 |
Orissa | Dhenkanal | Phase 6 | 25-May-24 |
Orissa | Keonjhar | Phase 6 | 25-May-24 |
Orissa | Puri | Phase 6 | 25-May-24 |
Orissa | Sambalpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Allahabad | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Ambedkar Nagar | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Azamgarh | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Basti | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Bhadohi | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Domariyaganj | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Jaunpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Lalganj | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Machhlishahr | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Phulpur | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Pratapgarh | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Sant Kabir Nagar | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Shrawasti | Phase 6 | 25-May-24 |
Uttar Pradesh | Sultanpur | Phase 6 | 25-May-24 |
West Bengal | Bankura | Phase 6 | 25-May-24 |
West Bengal | Bishnupur | Phase 6 | 25-May-24 |
West Bengal | Ghatal | Phase 6 | 25-May-24 |
West Bengal | Jhargram | Phase 6 | 25-May-24 |
West Bengal | Kanthi | Phase 6 | 25-May-24 |
West Bengal | Medinipur | Phase 6 | 25-May-24 |
West Bengal | Purulia | Phase 6 | 25-May-24 |
West Bengal | Tamluk | Phase 6 | 25-May-24 |
આ પણ વાંચો- Lok Sabha Election 2024: સાતમાં તબક્કા માટે 1 જૂને થશે મતદાન, 8 રાજ્યની 57 સીટનું ભવિષ્ય થશે નક્કી
દેશમાં 97 કરોડ મતદારો-ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીમાં દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરતા વધુ છે. કરોડ સાથે જ કહ્યું કે દેશમાં ચૂંટણી માટે 10.5 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેમાં 1.5 કરોડ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ચૂંટણી માટે 55 લાખ EVM મશીનો લગાવવામાં આવશે.