ધ ફેમિલી મેન 3 : 'ધ ફેમિલી મેન' એક સ્પાય થ્રિલર સિરીઝ છે. આ સિરીઝમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓ સામે લડતા લોકોની વાર્તાઓ કેટલી સામાન્ય હોય છે.આ સિરીઝમાં મનોજ બાજપેયી, શારીબ હાશ્મી, પ્રિયમણી, શ્રેયા ધનવંત્રી અને સામંથા જેવા કલાકારોએ કામ કર્યું હતું. બે શાનદાર સીઝન બાદ હવે આ સીરીઝની ત્રીજી સીઝનની રાહ જોવાઈ રહી છે. અહેવાલો અનુસાર, તે 2024ના 6 મહિના પછી રિલીઝ થઈ શકે છે. તમે Amazon Prime Video પર આ શ્રેણીની છેલ્લી બે સીઝન સ્ટ્રીમ કરી શકો છો.