અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી 3022 વોલ પેઇન્ટિંગ, 767 પોસ્ટર, 253 બેનર અને અન્ય 876 એમ કુલ 4918 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 1142 વોલ પેઇન્ટિંગ, 165 પોસ્ટર, 429 બેનર અને અન્ય 374 એમ કુલ 2110 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.