IPL 2024: LSG vs GTની મેચમાં ગુજરાતી જ બન્યો ગુજરાતની હારનું કારણ, આ બોલરે લખનૌને અપાવી ઐતિહાસિક જીત
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપરજાયન્ટ્સે 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 43 બોલમાં 58 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન કેએલ રાહુલ 31 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત ટાઇટન્સે 28 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કૃણાલ પંડ્યાએ બોલિંગમાં હલચલ મચાવી હતી. છેલ્લી 5 મેચમાં ગુજરાત સામે એલએસજીની આ પ્રથમ જીત છે. ગુજરાતી કૃણાલ પંડયાએ આ મેચમાં મહત્વની 3 વિકેટો ઝડપી લીધી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. યશ ઠાકુરનું 5 વિકેટ સાથે શાનદાર પ્રદર્શન રહ્યું હતુ.
Most Read Stories