અડાજણ એલ પી સવાણી રોડ વિસ્તાર માટે રોડ પહોળું કરવા અર્થે આ વૃક્ષ કાપવા માટે સુરત મહાનગર પાલિકાની ટીમ ગઈ હતી. પરંતુ અડાજણ ગામના લોકોએ વૃક્ષ ના કાપવા દીધું અને તેનો વિરોધ કર્યો હતો. ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. સુરત મહાનગર પાલિકાની ટીમ વૃક્ષ કાપ્યા વગર પાછી જવા મજબૂર બની હતી. આ ગામના લોકો આ વૃક્ષની પૂજા કરે છે.તેમજ આ વૃક્ષ સાથે ગામજનની આસ્થા જોડાયેલી છે.