મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલ રેડ દરમિયાન રૂ.07,76,820 લાખનું 5,298 કિલો હલકી કક્ષાની ગુણવત્તાની વરિયાળી, રૂ.12,860 ની 643 લિટર ગોળની રસી (હલકી વરિયાળી પર ચઢાવવા), રૂ.3870નો 258 કિલો મિક્ષ પાવડરનો જથ્થો મળી આવતા સીઝ કરાયો હતો. સ્થળ પર મળેલ કુલ રૂ.88.97 લાખના મુદ્દામાલ ને સીઝ કરી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલી આપ્યા હતાં.