સુરક્ષા એજન્સીઓ દ્વારા "અલ રઝા" જહાજમાં સર્ચ કરવામાં આવતા તેમાં હેરોઇનના 78 પેકેટ્સ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 86 કિલો અને આંતરરાષ્ટ્રીય કિંમત 602 કરોડ થવા જાય છે, ડ્રગ્સનો આ જથ્થો હાજી અસલમ નામના ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા દ્વારા પાકિસ્તાન થી શ્રીલંકા મોકલવામાં આવી રહ્યો હતો, પાકિસ્તાની બોટ દ્વારા "અલી" કોલ સાઈન સાથે ભારતીય વહાણ ને "હૈદર" કોલ સાઈન સાથે તામિલનાડુમાં ડિલિવરી કરવાની હતી, અને તામિલનાડુ થી ડ્રગ્સનો આ જથ્થો શ્રીલંકા પહોંચાડવાનો હતો. તેવું ડીજીપી વિકાસ સહાયે મીડિયા બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું.