નાઈટ ક્રીમ બનાવવાની રીત : સૌ પ્રથમ, 1 ચમચી ઘી લો, તેમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરો અને લગભગ 10 થી 15 મિનિટ સુધી તેને મિક્સ કરો. આ સમય દરમિયાન ઘીમાંથી જે પણ પાણી નીકળે છે તેને બહાર કાઢતા રહો. એ જ રીતે જ્યારે બરફ સંપૂર્ણપણે પીગળી જાય અને બધું પાણી નીકળી જાય, ત્યારે તેને એક નાના બોક્સમાં પેક કરીને રાખો. તે તમારી સ્કીનની સમસ્યાઓને ઘટાડી શકે છે અને સ્કીનને કોમળ રાખવામાં પણ અસરકારક છે.