બટાકાનો રસ : બટાકાનો રસ આ નિશાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે બટેટાને છીણીને તેનો રસ કાઢો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર ઘસો. થોડીવાર પછી તેને પાણીથી ધોઈ લો. જો તમે દિવસમાં એકવાર કરો છો, તો થોડા દિવસોમાં તમને ફરક દેખાશે. આ ઘરેલું ઉપાયો નાક પરના ચશ્માના નિશાન દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાતની સલાહ લો.