ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ત્યારે લોકસભાની પાટણ બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ચંદનજી ઠાકોરનું નામ જાહેર કર્યુ છે.
ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.
લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે.
ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે.