કોંગ્રેસ નેતાની વિવિધ બેંકોમાં 26.25 લાખ રૂપિયા જમા છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને વિવિધ કંપનીઓના શેર્સમાં આશરે 8 કરોડનું રોકાણ પણ કર્યું છે. પ્રોપર્ટીમાં 333.3 ગ્રામ સોનું પણ સામેલ છે. સોગંદનામા મુજબ, દિલ્હીના સુલતાનપુર ગામમાં વારસામાં મળેલા ફાર્મમાં ગાંધીનો હિસ્સો છે.