દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિુજ બનીને સંપૂર્ણપણે બનીને તૈયાર છે. 900 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ બનતા અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર પુલ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. વર્ષ 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બ્રિજના કામને મંજૂરી આપી હતી. બ્રિજનો શિલાન્યાસ 7 ઓક્ટોબર 2017ના રોજ પીએમ મોદીએ કર્યો હતો.