તેમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓ, કોચ અને સામાન્ય લોકોને સાવચેતી રાખવાની અને આવી નકલી અને કપટપૂર્ણ પોસ્ટનો ભોગ ન બનવાની સલાહ આપવામાં આવે છે અને માર્ગદર્શન માટે સંબંધિત રાજ્ય સંગઠનોનો પણ સંપર્ક કરી શકે છે. તમને જણાવી દઈએ કે BCCIનું NCA બેંગલુરુમાં આવેલું છે, જ્યાં ખેલાડીઓ રિકવરી અને ટ્રેનિંગ માટે જાય છે, બોર્ડ અહીં એક મોટું કોમ્પ્લેક્સ પણ બનાવી રહ્યું છે.