શૂટર મહેશ્વરી ચૌહાણે રવિવારે દોહામાં ISSF શોટગન ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશિપના સમાપન દિવસે મહિલા સ્કીટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું 21મું ક્વોટા સ્થાન મેળવ્યું છે.
પ્રથમ વખત ફાઇનલમાં રમી રહેલી મહેશ્વરીને ગોલ્ડ મેડલ માટેના શૂટ-ઓફમાં ચિલીના ફ્રાન્સિસ્કો ક્રોવેટો ચાડિદ સામે 4-3થી હાર આપી હતી. અગાઉ, બંને શૂટરોએ 60 માંથી સમાન 54 ગુણ મેળવ્યા હતા.
મહિલા સ્કીટમાં ભારતનું આ બીજું ઓલિમ્પિક ક્વોટા સ્થાન છે. મહેશ્વરીએ ફાઈનલ બાદ કહ્યું, 'હું રોમાંચિત છું.
મહેશ્વરી એ કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે. શૂટ-ઑફ વિશે હું થોડી નિરાશ છું, પરંતુ એકંદરે, તે ખૂબ જ સંતોષકારક રહ્યું છે.'
ક્વોલિફિકેશનમાં તેનો કુલ સ્કોર 121 હતો જે એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે.