દેશનો પહેલો સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવો અદભુત કાર્યક્રમ પણ ગુજરાતમાં હમણાં જ સંપન્ન થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2036માં ઓલિમ્પિક રમતોની યજમાની કરવા માટે પણ ભારત તૈયારી કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. 2036ની ઓલિમ્પિક રમતોની ગુજરાતની તૈયારી વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઓલિમ્પિક સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથોસાથ ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના એથ્લિટ્સ પણ તૈયાર કરી રહ્યું છે. પેરાએથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનવા જઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આવી ભવ્ય સ્પોર્ટસ ઇવેન્ટ 2047માં દેશને વિકસિત ભારત, ઉન્નત ભારત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.