અનુષ્કાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર પહેલીવાર ઓક્ટોબર 2023માં આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રી ઘણી ઈવેન્ટ્સમાં ખૂબ જ ઢીલા કપડામાં જોવા મળી હતી. જાન્યુઆરી 2024 માં, ક્રિકેટર એબી ડી વિલિયર્સે એમ કહીને સનસનાટી મચાવી દીધી હતી કે અનુષ્કા અને વિરાટ કોહલીના બીજા બાળકનો જન્મ થવાનું છે અને આ વિરાટ માટે પરિવારનો સમય છે. જોકે, બાદમાં તેણે કહ્યું કે તેણે ખોટી માહિતી આપી છે અને આ માટે તે માફી માંગે છે.