સેન્સેક્સ શેરોમાં, લાર્સન એન્ડ ટુબ્રો તેના માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો પછી પાંચ ટકાથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પાવર ગ્રીડમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ અને એચસીએલ ટેક વધનારાઓમાં હતા.