ટાટા કેમિકલ્સનો શેર આ મહિનાની શરૂઆતમાં અંદાજે 40 ટકા ઊછળ્યો હતો અને 7 માર્ચ, 2024ના રોજ 1,349.70 રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેરમાં આ વધારો ટાટા સન્સ સપ્ટેમ્બર 2025માં લિસ્ટ થઈ શકે છે તેના કારણે આવ્યો હતો. નિયમો અનુસાર, અપર લેયર NBFCs ને સૂચિત થયાના 3 વર્ષની અંદર લિસ્ટ કરવાની હોય છે. RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને સૂચના આપી હતી.